મહિલા સહકર્મીની છાતી સામે તાકવું એ નૈતિક રીતે ખોટું, પણ ગુનો નહીં: બોમ્બે હાઈકોર્ટનો સનસનીખેજ ચુકાદો

બોમ્બે હાઈકોર્ટે કાર્યસ્થળ (Workplace) પરના વર્તન અને કાયદાકીય મર્યાદાઓ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ઓફિસમાં કોઈ મહિલા સહકર્મી સામે તાકીને જોવું કે તેની છાતી તરફ જોવું એ નૈતિક રીતે ખોટું અને અપમાનજનક હોઈ શકે છે..પરંતુ તેને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354C હેઠળ ‘વોયરિઝમ’ (Voyeurism) એટલે કે ‘ગુપ્ત રીતે જોવાનો’ ગુનો ગણી શકાય નહીં.

ન્યાયમૂર્તિ અમિત બોરકરની સિંગલ બેન્ચે અવલોકન કર્યું કે, નૈતિકતા અને કાયદા વચ્ચે એક નાજુક રેખા હોય છે.કાયદાની વ્યાખ્યા તેના નિર્ધારિત દાયરાની બહાર જઈને કરી શકાય નહીં.આ સાથે જ કોર્ટે મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સના કર્મચારી અભિજીત નિગુડકર વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ એક વીમા કંપનીમાંથી શરૂ થયો હતો.જ્યાં એક મહિલા કર્મચારીએ તેના વરિષ્ઠ સહકર્મી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.મહિલાનો દાવો હતો કે, મીટિંગ દરમિયાન આરોપી તેને અયોગ્ય રીતે તાકી રહ્યો હતો.જેના કારણે તે અસહજ અનુભવતી હતી.

પોલીસ ફરિયાદ પહેલા કંપનીની આંતરિક ફરિયાદ સમિતિ (ICC) દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી.તપાસના અંતે ICCએ આરોપી કર્મચારીને ‘ક્લીન ચિટ’ આપી હતી. તેમ છતાં, આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને IPCની કલમ 354C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કલમ 354C અને ‘ખાનગી કૃત્ય’ની વ્યાખ્યા

હાઈકોર્ટે આ ચુકાદામાં કાયદાકીય પાસાઓની ઝીણવટભરી વ્યાખ્યા રજૂ કરી હતી. કોર્ટે જણાવ્યું કે:

  • કલમ 354C (વોયરિઝમ): આ કલમ ખાસ કરીને ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ મહિલા તેના ‘અંગત કે પ્રાઈવેટ કૃત્ય’માં વ્યસ્ત હોય ત્યારે તેને ગુપ્ત રીતે જુએ અથવા તેના ફોટા કે વીડિયો બનાવે.

  • ઓફિસનું વાતાવરણ: ઓફિસમાં મીટિંગ કે કામ દરમિયાન કોઈની સામે જોવું એ કાયદાકીય રીતે ‘પ્રાઈવેટ’ શ્રેણીમાં આવતું નથી.

‘વર્તન અનૈતિક હોઈ શકે, પણ ગુનો નહીં’

જસ્ટિસ બોરકરે ટિપ્પણી કરી હતી કે, કોઈપણ પ્રોફેશનલ વાતાવરણમાં આવું વર્તન અશોભનીય અને નૈતિક રીતે વાંધાજનક હોઈ શકે છે.પરંતુ જ્યાં સુધી કોઈ કૃત્ય કાયદા દ્વારા નિર્ધારિત ગુનાની શરતો પૂર્ણ ન કરતું હોય, ત્યાં સુધી વ્યક્તિ પર ગુનાહિત લેબલ લગાવી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કાયદાના શબ્દોને તેની મૂળ ભાવનાથી અલગ કરીને અર્થઘટન કરવું ઉચિત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE