કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: વડાપ્રધાનની સુરક્ષા સંભાળતી એજન્સી ‘SPG’ના સર્વોચ્ચ પદ માટે ૧૯૯૮ બેચના જાંબાઝ IPS અધિકારી પર પસંદગીનો કળશ ઢોળાયો
કેન્દ્ર સરકાર દ્વારા દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર એવી અતિ મહત્વની એજન્સી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં મોટી નિમણૂક કરવામાં આવી છે. ૧૯૯૮ બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારી રાજીવ રંજન ભગતને દિલ્હીમાં અત્યંત પ્રતિષ્ઠિત અને મોટી જવાબદારી સોંપાઈ છે. ભારત સરકારના પર્સોનલ, પબ્લિક ગ્રીવાન્સિસ એન્ડ પેન્શન મંત્રાલય (DoPT) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, તેમની SPGના એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
કેબિનેટ કમિટી (ACC)ની મહોર, ૨૦૨૭ સુધીનો રહેશે કાર્યકાળ
કેબિનેટની નિમણૂક સમિતિ (Appointments Committee of the Cabinet – ACC) દ્વારા કેબિનેટ સચિવાલયના સુરક્ષા વિભાગ (Office of Secretary – Security)ના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. ૧ જૂન ૨૦૨૬ ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર સરકારી ઓર્ડર મુજબ, રાજીવ રંજન ભગત આ હાઈ-પ્રોફાઈલ પદનો ચાર્જ સંભાળશે તે તારીખથી લઈને ૨૦ મે ૨૦૨૭ સુધી આ પદ પર કાર્યરત રહેશે.
અધિકારીની કાબિલિયત જોઈને પદને કરાયું સ્પેશિયલ અપગ્રેડ
શ્રી રાજીવ રંજન ભગતની ગણના અત્યંત નીડર અને બાહોશ અધિકારી તરીકે થાય છે. તેમની આ નિમણૂક માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. અધિકારીના વ્યક્તિગત માપદંડ (measure personal to the officer) અને તેમની શ્રેષ્ઠ સેવાની કદરરૂપે, હાલના પદને અસ્થાયી રૂપે (Temporarily) અપગ્રેડ કરીને એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) રેન્કનું કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ બેડા માટે ગૌરવની ક્ષણ
દેશના વડાપ્રધાનની સુરક્ષાનું અત્યંત સંવેદનશીલ અને જવાબદારીપૂર્વકનું કામ સંભાળતી સંસ્થા ‘એસપીજી’ (SPG) માં આટલા સર્વોચ્ચ પદ પર ગુજરાત કેડરના આઈપીએસની નિમણૂક થવી એ ગુજરાત પોલીસ વિભાગ માટે પણ ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.
આ હાઈ-પ્રોફાઈલ ઓર્ડરની નકલ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રીના અંગત સચિવ (PS to Home Minister) સહિત દેશના તમામ સંબંધિત ઉચ્ચ વિભાગોને ત્વરિત રવાના કરી દેવામાં આવી છે.
Post Views: 22










