અસમ,કેરળ અને પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે..સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં અસમ અને પુડુચેરીમાં 2021ની ચૂંટણી કરતા પણ વધુ મતદાન નોંધાયું છે..જ્યારે કેરળ પણ પાછલા રેકોર્ડની નજીક પહોંચ્યું છે..ત્રણેય રાજ્યોના કુલ 5.31 કરોડ મતદારોએ 1,899 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ચૂંટણી પંચે આ પ્રક્રિયા માટે કુલ 63,060 મતદાન મથકો ઉભા કર્યા હતા.
કેરળ: 140 બેઠકો પર 883 ઉમેદવાર મેદાનમાં
કેરળની 140 વિધાનસભા બેઠકો માટે 883 ઉમેદવારો મેદાનમાં છે. જેમના ભાવિનો નિર્ણય રાજ્યના 2.71 કરોડ મતદારોએ કર્યો છે.
-
મતદારોની સંખ્યા: 39 કરોડ મહિલા અને 1.32 કરોડ પુરુષ મતદારો.
-
પાછલો રેકોર્ડ: 2021માં કેરળમાં 75% મતદાન થયું હતું.
-
2021માં સૌથી વધુ મતદાન ‘કુટ્ટિયાડી’ બેઠક પર (83.83%) અને સૌથી ઓછું ‘તિરુવનંતપુરમ’ બેઠક પર (62.99%) નોંધાયું હતું.
અસમ: શું 2021નો રેકોર્ડ તૂટશે?
અસમની 126 બેઠકો પર 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.રાજ્યના 2.50 કરોડ મતદારો (1.25 કરોડ પુરુષ અને 1.25 કરોડ મહિલા) માટે 31,490 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.
-
પાછલો રેકોર્ડ: 2021માં અસમમાં 02% જેવું જંગી મતદાન થયું હતું.
-
નવા સીમાંકન બાદ યોજાયેલી આ ચૂંટણીમાં મતદાનનો નવો રેકોર્ડ બને તેવી શક્યતા છે.અગાઉ 2021માં ‘જલેશ્વર’ બેઠક પર સૌથી વધુ 93.65% મતદાન થયું હતું.
પુડુચેરી: 30 બેઠકો પર મહિલા મતદારોનો દબદબો
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની 30 બેઠકો માટે 294 ઉમેદવારો મેદાનમાં છે.અહીંની ખાસિયત એ છે કે, પુરુષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે.
-
મતદારોની વિગત:50 લાખ કુલ મતદારો પૈકી 5.03 લાખ મહિલાઓ અને 4.46 લાખ પુરુષો છે.
-
મતદાન મથકો: 1,099 કેન્દ્રો પર મતદાન યોજાયું.
-
2021 અહીં 28% મતદાન થયું હતું.જેમાં ‘યાનમ’ બેઠક 92.31% સાથે મોખરે રહી હતી.આ ત્રણેય રાજ્યોમાં થયેલું આ ભારે મતદાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ માટે કયા સંકેતો લાવશે, તે પરિણામોના દિવસે સ્પષ્ટ થશે.
Post Views: 29










