સુરેન્દ્રનગર: લખતર મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર અને પ્યુન 20 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી સફળતા મેળવી છે. લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પ્યુન ખેતીની જમીનની નોંધ પ્રમાણિત કરવાના અવેજમાં રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં મહેસૂલ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જમીનની નોંધ માટે મંગાઈ હતી.લાંચ સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરીયાદીના પિતાએ વડલા ગામે આવેલી પોતાની ખેતીની જમીન વેચાણ આપી હતી.આ વેચાણ અંગેની નોંધ પ્રમાણિત કરાવવા માટે તેમણે લખતર મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો.આ કામગીરી કરી આપવા માટે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર અને આઉટસોર્સ પ્યુન કનકસિંહ વાધુભા ઝાલાએ શરૂઆતમાં રૂ. 50,000ની માંગણી કરી હતી.લાંબી રકઝક બાદ અંતે રૂ. 30,000 નક્કી થયા હતા. જોકે, જાગૃત નાગરિક એવા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીની સફળ ટ્રેપ અને ધરપકડ ફરીયાદના આધારે એસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલ અને તેમની ટીમે લખતર મામલતદાર કચેરીમાં છટકું ગોઠવ્યું હતું.ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદિપસિંહે ફરી લાંચની માંગણી કરી હતી.અને પ્યુન કનકસિંહને નાણાં સ્વીકારવા ઈશારો કર્યો હતો. જેવી પ્યુને રૂ. 20,000ની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રકમ સાથે દબોચી લીધા હતા. એસીબીએ લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન આ સમગ્ર ઓપરેશન એસીબી રાજકોટના મદદનીશ નિયામક જે.ડી.મેવાડાના સુપરવિઝન હેઠળ અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવ્યું હતું.સરકારી કચેરીઓમાં ચાલતા આવા ભ્રષ્ટાચાર સામે એસીબીની આ કાર્યવાહીથી વચેટીયાઓ અને લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Comment

READ MORE

READ MORE