ગુજરાતમાં આગામી 24 કલાક ભારે: બે સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’

ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે..હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે શક્તિશાળી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે..આના પરિણામે 6 થી 12 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

શું છે ચેતવણી?

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે:

  • વીજળીના કડાકા: વરસાદ માત્ર હળવો નહીં,..પણ ગાજવીજ અને તોફાની પવન સાથે આવશે.

  • પવનની ગતિ: આંધિ-તોફાન દરમિયાન પવનની ગતિ 40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

  • માછીમારો માટે સૂચના: દરિયામાં કરંટ જોવા મળી શકે હોવાથી માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

કયા જિલ્લાઓમાં વરસાદની અસર થશે?

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વિભાગ

પ્રભાવિત જિલ્લાઓ

ઉત્તર ગુજરાત

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી

મધ્ય-પૂર્વ ગુજરાત

મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર

દક્ષિણ ગુજરાત

ભરૂચ, નર્મદા

સૌરાષ્ટ્ર અને કચ્છ

સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ

Leave a Comment

READ MORE

READ MORE