કરણ જોહરની નવી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું પોસ્ટર રિલીઝ: અનન્યા પાંડે અને લક્ષ્યની જોડી મચાવશે ધૂમ, આજે થશે મોટો ધડાકો

બોલિવૂડમાં રોમેન્ટિક ફિલ્મો માટે જાણીતા નિર્માતા કરણ જોહર ફરી એકવાર દર્શકો માટે એક અનોખી પ્રેમ કહાની લઈને આવી રહ્યા છે. રવિવારે સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું નવું અને આકર્ષક પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે.આ ફિલ્મમાં અનન્યા પાંડે અને ઉભરતા સ્ટાર લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.પોસ્ટરમાં બંને કલાકારો રસ્તા પર ચાલતા જોવા મળે છે. જે તેમની વચ્ચેની શાનદાર કેમિસ્ટ્રીની ઝલક આપે છે.કરણ જોહરે કેપ્શનમાં ‘પ્રેમમાં પાગલપન’નો ઉલ્લેખ કરીને ચાહકોમાં આતુરતા વધારી દીધી છે.

આ સમાચાર સાથે જ કરણ જોહરે એક મોટા સરપ્રાઈઝનો સંકેત પણ આપ્યો છે.તેમણે જાહેરાત કરી છે કે સોમવારે સવારે 11 વાગ્યે ફિલ્મ વિશે કોઈ મોટી અપડેટ આપવામાં આવશે.સોશિયલ મીડિયા પર ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે, કાલે કાં તો ફિલ્મનું ટીઝર રિલીઝ થશે અથવા તો સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડેની છેલ્લી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહોતી. તેથી આ ફિલ્મ તેના કરિયર માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

ફિલ્મની રિલીઝ તારીખને લઈને પણ બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.અગાઉ આ ફિલ્મ એપ્રિલ 2026માં રિલીઝ થવાની ચર્ચા હતી. પરંતુ હવે લેટેસ્ટ અહેવાલો મુજબ ‘ચાંદ મેરા દિલ’ 8 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપી શકે છે.વિવેક સોનીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ‘આરવ’ અને ‘ચાંદની’ની એક એવી પ્રેમ કહાની હશે જે દર્શકોને રોમાંચિત કરી દેશે.હવે સૌની નજર 11 વાગ્યે થનારી મોટી જાહેરાત પર ટકેલી છે.

Leave a Comment

READ MORE

READ MORE