ઉત્તર કોરિયા અને ઈરાન વચ્ચે વધતું અંતર: દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીનો ચોંકાવનારો ખુલાસો

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ સંકેત આપ્યો છે કે ઉત્તર કોરિયા તેના પરંપરાગત મિત્ર દેશ ઈરાનથી અંતર જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મુખ્ય વિગતો:

  • હથિયારોની લેવડ-દેવડનો અભાવ: નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS) દ્વારા આપવામાં આવેલા બ્રીફિંગ બાદ દક્ષિણ કોરિયાના ધારાસભ્ય પાર્ક સુન-વોને માહિતી આપી હતી કે,ઉત્તર કોરિયાએ ઈરાનને કોઈ હથિયારો કે સૈન્ય સામગ્રી પૂરી પાડી હોય તેવા કોઈ પુરાવા હાલમાં મળ્યા નથી.

  • મહત્વના પ્રસંગોએ મૌન: અહેવાલ મુજબ, અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીના નિધન પર ઉત્તર કોરિયાએ કોઈ શોક સંદેશ મોકલ્યો નહોતો. એટલું જ નહીં, નવા નેતા તરીકે મોજતબા ખમેનીની નિમણૂક પર પણ પ્યોંગયાંગ દ્વારા કોઈ અભિનંદન પાઠવવામાં આવ્યા નથી.

  • નવી રાજદ્વારી વ્યૂહરચના: આ પગલા પાછળનું કારણ આગામી મે મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાનારી સંભવિત સમિટ હોઈ શકે છે. ઉત્તર કોરિયા આ બેઠક પહેલા નવા રાજદ્વારી વિકલ્પો શોધી રહ્યું હોય તેમ જણાય છે.

  • ટ્રમ્પ પ્રત્યે નરમ વલણ: અન્ય એક ધારાસભ્ય લી સિઓંગ-કવોને નોંધ્યું છે કે, ઉત્તર કોરિયા હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ટીકા કરવાનું ટાળી રહ્યું છે..જે વૈશ્વિક રાજનીતિમાં મોટા ફેરફારના સંકેત આપે છે.ચીન ઉત્તર કોરિયાનું સૌથી નજીકનું ભાગીદાર છે.અને વર્તમાન પરિસ્થિતિ જોતા ઉત્તર કોરિયા પોતાની વિદેશ નીતિમાં મોટો બદલાવ લાવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

Leave a Comment

READ MORE

READ MORE