ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જે ક્યારેય સંપૂર્ણપણે મટી શકતી નથી..પરંતુ સમય જતાં વ્યક્તિ તેને મેનેજ કરતા શીખી જાય છે. જીવનશૈલીમાં સુધારો કરીને અને ખાનપાનનું ધ્યાન રાખીને બ્લડ શુગર લેવલને સામાન્ય રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે, અમુક ખોરાક એવા છે જે ખાવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી શકે છે (Blood Sugar Spike).
ડાયાબિટીસના દર્દીઓએ કઈ વસ્તુઓથી પરહેજ રાખવો જોઈએ..તેની વિગતો અહીં આપી છે:
1. રિફાઈન્ડ લોટ (મેંદો)
ડાયાબિટીસના દર્દીઓએ મેંદા કે રિફાઈન્ડ લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ…સફેદ બ્રેડ,બેકરીની વસ્તુઓ અને પાસ્તા ખાવાથી બ્લડ શુગર લેવલ ખૂબ જ ઝડપથી વધી શકે છે.
2. ડ્રાય ફ્રૂટ્સ (સૂકો મેવો)
ઘણા ફળોને સૂકવીને ખાવામાં આવે છે.. જેને ડ્રાય ફ્રૂટ્સ કહેવાય છે. જોકે તે પૌષ્ટિક હોય છે..પરંતુ તેમાં નેચરલ શુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.આથી, તેને ખાવાથી અચાનક શુગર લેવલ વધી જવાની શક્યતા રહે છે.
3. ફળોનો રસ (ફ્રૂટ જ્યુસ)
ડાયાબિટીસમાં દરેક ફળ બિન્દાસ ખાઈ શકાતા નથી કારણ કે કેટલાકમાં શુગર વધુ હોય છે. ખાસ કરીને ફળોનો રસ પીવાની મનાઈ કરવામાં આવે છે. કારણ કે જ્યુસમાં ફાઈબર હોતું નથી અને તે હાઈ શુગર કન્ટેન્ટને કારણે બ્લડ શુગર સ્પાઈકનું કારણ બને છે.
4. ચિપ્સ અને કુકીઝ
પ્રોસેસ્ડ ફૂડ ડાયાબિટીસના દર્દીઓની મુશ્કેલી વધારી શકે છે. પેકેજ્ડ ચિપ્સ અને કુકીઝમાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રિઝર્વેટિવ્સ વધુ હોય છે.. જે ખાવાથી શુગર લેવલ વધે છે અને તબિયત બગડી શકે છે.
5. મકાઈ (કોર્ન)
મકાઈમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે.તેથી ડાયાબિટીસના દર્દીઓને તે ખાવાની મનાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત, બટાકા અને લેટીસ જેવી વસ્તુઓ પણ ઓછી ખાવાની સલાહ આપવામાં આવે છે.
કયા કારણોસર બ્લડ શુગર લેવલ વધે છે?
-
ખાનપાન: જો ડાયટમાં કાર્બોહાઈડ્રેટ્સ, શુગરી ફૂડ્સ અને ડ્રિંક્સ વધુ હોય તો શુગર લેવલ વધી શકે છે.
-
તણાવ (Stress): વધુ પડતો માનસિક તણાવ લેવાથી પણ ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ વધે છે.
-
શારીરિક પ્રવૃત્તિનો અભાવ: બેઠાડુ જીવન અને કસરતનો અભાવ શુગર લેવલ વધારે છે.
-
ચેપ (Infection): જો શરીરમાં કોઈ પ્રકારનો ઈન્ફેક્શન થાય તો શુગર લેવલમાં વધ-ઘટ થવા લાગે છે.
-
ઊંઘનો અભાવ: પૂરતી ઊંઘ ન લેવાથી કે ખરાબ સ્લીપિંગ પેટર્નને કારણે શુગર લેવલ વધી શકે છે.
ડિસ્ક્લેમર: આ સમાચાર માત્ર સામાન્ય જાણકારી માટે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લેવી
Post Views: 38











