રાજકોટ જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા આટકોટ ગામે, ભાદર (ભદ્રાવતી) નદીના પવિત્ર તટે વાઘેલા (ક્ષત્રિય) સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘેલા સમાજના ઇષ્ટદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ તથા આદ્યશક્તિ શ્રી વાઘેશ્વરી અંબે માતાજીના સાનિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમ સમાજની એકતા અને અસ્મિતાનો સમન્વય બનશે.
ઐતિહાસિક વિરાસત અને મહત્વ
આ ભૂમિ હજારો વર્ષોનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. ચૌલુક્ય વંશના આદ્ય પુરુષ શ્રી ગંગામહ (રાકાયત) સોલંકી અને કચ્છધિપતિ શ્રી લાખા ફુલાણીના સ્મૃતિસ્થળોથી અંકિત આ વિરભૂમિ આજે પણ ક્ષત્રિય પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક છે.
કાર્યક્રમની રૂપરેખા (તારીખ: 29 માર્ચ 2026, રવિવાર)
સમય |
કાર્યક્રમ |
સવારે 06:30 |
51 કુંડી ભવ્ય નવચંડી યજ્ઞ |
બપોરે 03:00 |
વિશાળ સમાજ સંમેલન (એકતા અને ઉત્થાન અંગે ચર્ચા) |
રાત્રે 09:30 |
ભવ્ય લોકડાયરો અને સંતવાણી |
રિપોર્ટર – પ્રદીપસિંહ વાઘેલા, લીમબોદરા
Post Views: 0












