કોલંબિયામાં સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત: 80 સૈનિકોના મોતના સમાચાર

કોલંબિયામાં એક સૈન્ય વિમાન ક્રેશ થવાને કારણે 80 સૈનિકોના મોત થયા હોવાની આશંકા છે. આ વિમાનમાં કુલ 100 લોકોને લઈ જવાની ક્ષમતા હતી. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, પ્લેનમાં 80 સૈનિકો સવાર હતા અને આ અકસ્માતમાં તમામના મોતની આશંકા સેવાઈ રહી છે. સેનાએ સોમવારે જણાવ્યું હતું કે દેશના દક્ષિણ ભાગમાં એક ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થતાં અંદાજે 80 સૈનિકો માર્યા ગયા હોઈ શકે છે.

સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, હર્ક્યુલસ એરક્રાફ્ટમાં બે પ્લાટૂન (80 લોકો) હોવાની શક્યતા છે. આ પ્લેન ઈક્વાડોર સાથેની દક્ષિણ સરહદ નજીક પ્યુર્ટો લેગુઈઝામોથી ટેકઓફ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ઈક્વાડોર સરહદ પાસે બની ઘટના

કોલંબિયાના સંરક્ષણ મંત્રી પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે સોમવારે ટેકઓફ દરમિયાન એક મોટું ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું છે. તેમણે દુખ વ્યક્ત કરતા કહ્યું કે એરફોર્સનું આ હર્ક્યુલસ પ્લેન દક્ષિણ સરહદ પાસે અકસ્માતનો ભોગ બન્યું છે.

જંગલ વિસ્તારમાં અકસ્માત

સ્ટેટ બ્રોડકાસ્ટર RCM એ જંગલના ખુલ્લા મેદાનની તસવીરો દર્શાવી છે, જેમાં વિમાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલું અને તેના પાછળના ભાગમાં (ફ્યુઝલેજ) આગ લાગેલી જોવા મળી રહી છે.

સંરક્ષણ મંત્રી સાંચેઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, “લશ્કરી ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, મૃતકોની સંખ્યા અને અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દેશ માટે ખૂબ જ પીડાદાયક ઘટના છે. અમારી પ્રાર્થનાઓ આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE