ઉત્તરાખંડમાં આગામી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે, જેનું મુખ્ય કારણ કેબિનેટનું વિસ્તરણ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની કેબિનેટમાં 5 નવા ધારાસભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કેબિનેટ મંત્રી ચંદન રામદાસના નિધન અને પ્રેમચંદ અગ્રવાલના રાજીનામા બાદ કેબિનેટમાં કુલ 5 બેઠકો ખાલી પડી હતી.
ઉત્તરાખંડમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. હવે 2027ની ચૂંટણી પહેલા આ કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ વિસ્તરણમાં જે 5 ધારાસભ્યોને સ્થાન મળ્યું છે તેમાં:
-
ખજાન દાસ (દેહરાદૂન)
-
મદન કૌશિક (હરિદ્વાર)
-
પ્રદીપ બત્રા (રુડકી)
-
ભરત ચૌધરી (રુદ્રપ્રયાગ)
-
રામ સિંહ કૈડા (નૈનીતાલ)
આ તમામ ધારાસભ્યોએ 20 માર્ચ ના રોજ રાજભવનમાં મંત્રી પદના શપથ લીધા હતા.
કેટલા મંત્રીઓ હોઈ શકે?
ભારતીય બંધારણ મુજબ, કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા, રાજ્ય વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15% થી વધુ ન હોઈ શકે.
-
ઉત્તરાખંડમાં વિધાનસભાની કુલ 70 બેઠકો છે.
-
આ ગણતરી મુજબ, ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત મહત્તમ 12 મંત્રીઓ હોઈ શકે છે.
-
અત્યાર સુધી મુખ્યમંત્રી સહિત માત્ર 7 મંત્રીઓ કાર્યરત હતા, જ્યારે 5 પદ ખાલી હતા.જે હવે ભરી દેવામાં આવ્યા છે.
Post Views: 82











