કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આવશ્યક વસ્તુ ધારો લાગુ, તેલ અને ગેસ કંપનીઓએ ડેટા શેર કરવો પડશે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલ-ગેસના વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આવશ્યક વસ્તુ ધારો (Essential Commodities Act) લાગુ કરી દીધો છે.આ કાયદો અમલમાં આવતાની સાથે જ પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસના ઉત્પાદન, પ્રોસેસિંગ, રિફાઈનિંગ, સ્ટોરેજ, આયાત-નિકાસ અને માર્કેટિંગ સાથે જોડાયેલી તમામ કંપનીઓ માટે સરકારના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ને તાજેતરનો ડેટા પૂરો પાડવો અનિવાર્ય બન્યો છે.

કંપનીઓએ સરકાર સાથે શેર કરવો પડશે તમામ ડેટા

PPAC એ પેટ્રોલિયમ મંત્રાલયનો ડેટા એકત્રિત કરતો વિભાગ છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે:

  • ગેઝેટ નોટિફિકેશન: આવશ્યક વસ્તુ ધારાની કલમ 3 હેઠળ સરકારે ગેઝેટ બહાર પાડ્યું છે.જેમાં PPAC ને માહિતી એકત્રિત કરવા, તેનું સંકલન કરવા અને વિશ્લેષણ કરવા માટેની અધિકૃત એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

  • ઇમરજન્સી પ્લાનિંગ: આ ડેટાથી પેટ્રોલિયમ મંત્રાલયને કટોકટીના સમયે ચોક્કસ આયોજન કરવામાં મદદ મળશે.

  • કડક સજા: આ કાયદા હેઠળ જારી કરાયેલા કોઈપણ આદેશનું ઉલ્લંઘન ગુનો ગણાશે અને તેમાં જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

શું છે આવશ્યક વસ્તુ ધારો (ECA)?

આ કાયદો સરકારને એવી સત્તા આપે છે કે તે નાગરિકોને વાજબી ભાવે જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકે.

  • મુખ્ય હેતુ: સંગ્રહખોરી, કાળાબજાર અને કુત્રિમ અછત ઊભી થતી અટકાવવી.

  • કલમ 3 ની સત્તા: આ કલમ હેઠળ કેન્દ્ર સરકાર જરૂરી ચીજોના ઉત્પાદન, પુરવઠા અને વિતરણને નિયંત્રિત કરી શકે છે..સ્ટોક મર્યાદા નક્કી કરી શકે છે અને કિંમતો પર અંકુશ લાવી શકે છે.

  • કલમ 5: આ જોગવાઈ હેઠળ કેન્દ્ર સરકાર પોતાની સત્તાઓ રાજ્ય સરકારોને સોંપી શકે છે.જેથી પાયાના સ્તરે કાયદાનો અમલ કરાવી શકાય.

વિવિધ દેશો પર ભારતની નિર્ભરતા

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પશ્ચિમ એશિયા સહિત વિશ્વના વિવિધ દેશો પર નિર્ભર છે:

  • કાચું તેલ: ભારત રશિયા, અમેરિકા અને વેનેઝુએલા સહિત અંદાજે 40 દેશો પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે.

  • કુદરતી ગેસ: ભારત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નોર્વે અને રશિયા પાસેથી નેચરલ ગેસ મંગાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE