આજથી ખરમાસનો પ્રારંભ: એક મહિના સુધી માંગલિક કાર્યો પર બ્રેક, જાણો શું કરવું અને શું ન કરવું?

આજે 15 માર્ચ 2026, રવિવારથી ખરમાસની શરૂઆત થઈ રહી છે. આ ખરમાસ આગામી મહિનાની 14 એપ્રિલ સુધી ચાલશે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ, ખરમાસ દરમિયાન અનેક પ્રકારના શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સમયગાળામાં કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરવું અનિવાર્ય માનવામાં આવે છે.

ખરમાસ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ તેમજ માંગલિક કાર્યો વર્જિત ગણાય છે. આ ઉપરાંત, નવા વાહનની ખરીદી કે નવા વ્યવસાયની શરૂઆત કરવાથી પણ બચવું જોઈએ.

કેવી રીતે થઈ ખરમાસની શરૂઆત?

14 અને 15 માર્ચની મધ્યરાત્રિએ સૂર્ય દેવે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. ગ્રહોના રાજા સૂર્ય રાત્રે 1 વાગ્યે ને 8 મિનિટે મીન રાશિમાં બિરાજમાન થયા છે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશની સાથે જ ખરમાસ બેસી ગયો છે અને આજથી જ તમામ શુભ કાર્યો પર રોક લાગી ગઈ છે. હવે ખરમાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકશે નહીં.

ખરમાસની પૂર્ણાહુતિ ક્યારે?

જ્યાં સુધી સૂર્યદેવ મીન રાશિમાં રહે છે ત્યાં સુધી ખરમાસ ગણાય છે. હવે 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ સૂર્ય ગ્રહ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મેષ સંક્રાંતિની સાથે જ ખરમાસ સમાપ્ત થશે અને ફરી એકવાર શુભ કાર્યોના મુહૂર્ત શરૂ થશે.

ખરમાસના ખાસ નિયમો:

ખરમાસ દરમિયાન અમુક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે:

  • વર્જિત કાર્યો: લગ્ન, ગૃહપ્રવેશ અને ઘરનું બાંધકામ શરૂ ન કરવું જોઈએ.નવા કામની શરૂઆત કરવાથી કાર્યમાં અવરોધ આવવાની કે અસફળતા મળવાની શક્યતા રહે છે.

  • શું કરવું?: ખરમાસમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. અન્ન અને ધનનું દાન કરવું અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે.

  • ભક્તિનું મહત્વ: દરરોજ સવારે સૂર્યદેવને અર્ધ્ય આપવો અને ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ. માનવામાં આવે છે કે આનાથી પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE