કેરળ, અસમ, પુદુચેરી અને તમિલનાડુમાં એક તબક્કામાં; તો બંગાળમાં બે તબક્કામાં મતદાન

ચૂંટણી પંચે આજે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. કેરળ, અસમ, પુદુચેરી અને તમિલનાડુમાં એક જ તબક્કામાં, જ્યારે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ભારતીય ચૂંટણી પંચે રવિવાર, 15 માર્ચના રોજ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, અસમ અને પુદુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. અસમ અને કેરળમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. તેવી જ રીતે, તમિલનાડુમાં 23 એપ્રિલે વોટિંગ થશે. બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યાં 23 અને 29 એપ્રિલે મતદાન થશે. તમામ રાજ્યોની મતગણતરી એકસાથે 4 મેના રોજ હાથ ધરાશે.

ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આ રાજ્યોમાં સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમની સાથે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

EVM માં ઉમેદવારોના કલર ફોટા હશે

5 રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોમાં કુલ 2.19 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. મતગણતરી માટે 40 હજાર કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે 8.5 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. આ વખતે ઈવીએમ (EVM) મશીન પર તમામ ઉમેદવારોના રંગીન ફોટા લગાવવામાં આવશે. આ ઉપરાંત બૂથ કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવશે અને દરેક પોલિંગ બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

5 રાજ્યોનું સંપૂર્ણ ચૂંટણી શેડ્યૂલ

રાજ્ય

બેઠકો

તબક્કા

મતદાન ક્યારે?

પશ્ચિમ બંગાળ

294

2

23 અને 29 એપ્રિલ

તમિલનાડુ

234

1

23 એપ્રિલ

અસમ

126

1

9 એપ્રિલ

કેરળ

140

1

9 એપ્રિલ

પુદુચેરી

30

1

9 એપ્રિલ

મે મહિનામાં પાંચેય વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે

આ પાંચેય રાજ્યોની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ મે 2026 માં સમાપ્ત થઈ રહ્યો છે. તેથી બંધારણીય પ્રક્રિયા મુજબ સમયસર ચૂંટણી યોજવી જરૂરી છે, જેથી નવી સરકારોની રચના નિર્ધારિત સમયમાં થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE