ઉનાળાની આકરી ગરમીમાં ન કરો આ ભૂલો: જાણો ડાયેટ એક્સપર્ટ્સની ખાસ ટિપ્સ અને સ્વસ્થ રહેવાની ફોર્મ્યુલા!

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ જેવી કે ડિહાઈડ્રેશન, એસિડિટી, ઝાડા-ઉલટી (ડાયેરિયા) અને અશક્તિનો સામનો કરવો પડતો હોય છે. ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટના મતે ઉનાળામાં દવાઓથી બચવા માટે આહારમાં મહત્તમ ‘વોટર બેઝ્ડ ફૂડ’ એટલે કે પાણીયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. વધુમાં વધુ પ્રવાહી જેવું કે લીંબુ પાણી, નાળિયેર પાણી અને તાજા ફળોના જ્યુસ લેવા હિતાવહ છે. જોકે, બજારમાં મળતા ઠંડા-મીઠા શરબતોથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેમાં રહેલી વધુ પડતી શુગર શરીરનું વજન અને ખાંડનું પ્રમાણ વધારી શકે છે. જો મીઠું ખાવાની ઈચ્છા થાય, તો મીઠાઈને બદલે કેરી ખાવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પરંતુ કેરી કે આઈસ્ક્રીમને લંચ કે ડિનર પછી ખાવાને બદલે ‘મિડ-મીલ’ (બે ભોજન વચ્ચેના સમય) તરીકે લેવા જોઈએ જેથી તે સરળતાથી પચી શકે.

ઉનાળામાં બ્લડ પ્રેશર લો થવાની સમસ્યા પણ સામાન્ય છે.. જેનાથી બચવા માટે ક્યારેય ભોજન સ્કીપ (બાકી) ન કરવું જોઈએ. વજન ઘટાડવા માટે ડાયેટિંગ કે લાંબા ઉપવાસ કરવા ઉનાળામાં નુકસાનકારક સાબિત થઈ શકે છે.. તેથી હંમેશા હેવી બ્રેકફાસ્ટ કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. જ્યારે તમે કડી ધૂપમાંથી ઘરે પરત ફરો, ત્યારે તરત જ ફ્રીજનું ઠંડું પાણી પીવાની કે જમવા બેસવાની ભૂલ ન કરવી જોઈએ. સૌ પ્રથમ શરીરના તાપમાનને સામાન્ય થવા દો, ત્યારબાદ સાદું પાણી કે પ્રવાહી લો અને પછી જ ભોજન કરો. આ ઉપરાંત, લૂ થી બચવા માટે તમારા ડાયેટમાં ડુંગળીનો સમાવેશ કરવો પણ ખૂબ જ ફાયદાકારક છે. આ નાની પણ મહત્વની કાળજી લઈને તમે ઉનાળાની ગરમીમાં પણ સ્વસ્થ અને ઉર્જાવાન રહી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE