ઈંગ્લેન્ડમાં રમાનારી જાણીતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ‘ધ હન્ડ્રેડ’ (The Hundred 2026) માટેના ઓક્શનમાં પાકિસ્તાની ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. અબરાર અહેમદ બાદ હવે વધુ એક પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક (Usman Tariq) રાતોરાત કરોડપતિ બની ગયા છે. પોતાની અનોખી બોલિંગ એક્શન અને ધારદાર સ્પિનના કારણે જાણીતા તારિકને બર્મિંગહામ ફિનીક્સ (Birmingham Phoenix) ટીમે મોટી બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
ઓક્શનમાં લાગી મોટી બોલી
બર્મિંગહામ ફિનીક્સે ઉસ્માન તારિકને 1.40 લાખ પાઉન્ડ (લગભગ ₹1.70 કરોડ)ની જંગી રકમમાં ખરીદ્યો છે. જો પાકિસ્તાની કરન્સીમાં આ રકમની ગણતરી કરવામાં આવે તો તે ત્રણ ગણીથી પણ વધી જાય છે. કાબ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લિડ્સે જ્યારે અબરાર અહેમદને ખરીદ્યો, ત્યારે બીજી તરફ બર્મિંગહામની ટીમે ઉસ્માન તારિક પર ભરોસો મૂક્યો છે.
કોણ છે ઉસ્માન તારિક?
ઉસ્માન તારિક તેની રહસ્યમય (Mystery) બોલિંગ એક્શન માટે જાણીતા છે. બેટ્સમેનો માટે તેની એક્શનને સમજવી ખૂબ મુશ્કેલ હોય છે.
-
T20 વર્લ્ડ કપ 2026માં પ્રદર્શન: હાલમાં જ રમાયેલા આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન તરફથી રમતા ઉસ્માન તારિકે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. મિડલ ઓવરોમાં રન રોકવા અને વિકેટ ઝડપવાની તેની ક્ષમતાને કારણે જ વિદેશી લીગમાં તેની માંગ વધી છે.
-
પીએસએલ (PSL) થી મળી ઓળખ: પાકિસ્તાન સુપર લીગમાં તેની કરકસરયુક્ત બોલિંગે દુનિયાભરના પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
ઇંગ્લિશ કન્ડિશનમાં મોટો પડકાર
જોકે, ઉસ્માન તારિક માટે ઇંગ્લેન્ડની પિચો પર રમવું એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. ટી-20 વર્લ્ડ કપની છેલ્લી મેચમાં શ્રીલંકા સામે તેને ઘણી રન પડ્યા હતા, જેના કારણે તેની ફોર્મ પર સવાલો ઉઠ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ‘ધ હન્ડ્રેડ’ જેવી ઝડપી ટૂર્નામેન્ટમાં તે ઇંગ્લિશ બેટ્સમેનોને પોતાની જાળમાં કેવી રીતે ફસાવે છે.
Post Views: 124











