શનિદેવ થશે અસ્ત: આગામી 39 દિવસ આ 3 રાશિઓ માટે ભારે, ન્યાયના દેવતાના પ્રકોપથી બચવા શું કરવું?

જ્યોતિષશાસ્ત્રમાં ‘ન્યાયના દેવતા’ અને ‘કર્મફળ દાતા’ ગણાતા શનિદેવ ટૂંક સમયમાં અસ્ત થવા જઈ રહ્યા છે. 13 માર્ચ 2026 ના રોજ સાંજે 7:38 કલાકે શનિદેવ મીન રાશિમાં અસ્ત થશે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની અત્યંત નજીક આવે છે..ત્યારે તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે..જેને જ્યોતિષની ભાષામાં ‘ગ્રહનો અસ્ત’ કહેવામાં આવે છે. શનિદેવ 18 એપ્રિલ 2026 ના રોજ સવારે 5:29 કલાકે ફરી ઉદિત થશે. આ 39 દિવસો દરમિયાન કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે.

આ 3 રાશિઓ માટે ‘રેડ એલર્ટ’: વધશે પડકારો

શનિનો અસ્ત તમામ રાશિઓ પર અસર કરશે.. પરંતુ કન્યા, સિંહ અને મકર રાશિના જાતકો માટે આ સમયગાળો સૌથી વધુ પડકારજનક રહી શકે છે.

  1. કન્યા રાશિ (Virgo): કન્યા રાશિના જાતકો માટે કામકાજ અને સ્વાસ્થ્યમાં અવરોધો આવી શકે છે. તમે કરેલી મહેનતનું ધાર્યું ફળ નહીં મળે, જેના કારણે માનસિક તણાવ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો અને નાણાકીય નિર્ણયો લેતા પહેલા બે વાર વિચાર કરવો હિતાવહ છે.

  2. સિંહ રાશિ (Leo): સિંહ રાશિ પર પહેલેથી જ શનિની પનૌતી (ઢૈય્યા) ચાલી રહી છે. શનિ અસ્ત થતા અહંકાર અને વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ઉતાવળમાં લીધેલા ખોટા નિર્ણયો આર્થિક નુકસાન કરાવી શકે છે. કરિયર અને પર્સનલ લાઈફમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે.

  3. મકર રાશિ (Capricorn): મકર રાશિના જાતકોના અટકેલા કામો વધુ લંબાઈ શકે છે. રોકાણ કરેલા પૈસા ફસાઈ જવાની શક્યતા છે..જેનાથી આર્થિક તણાવ વધશે. આ સમયગાળા દરમિયાન કોઈ મોટા વ્યાપારી નિર્ણયો કે નવા રોકાણથી દૂર રહેવાની સલાહ છે.

શનિના પ્રકોપથી બચવા માટેના ખાસ ઉપાયો

જો તમારી રાશિ પર શનિની અસર ભારે હોય, તો જ્યોતિષશાસ્ત્ર મુજબ નીચેના ઉપાયો રાહત આપી શકે છે:

  • દાન-પુણ્ય: શનિવારે જરૂરિયાતમંદ લોકોને તલ, કાળા કપડાં, અડદ કે પગરખાંનું દાન કરો.

  • ભક્તિ: શનિ મંદિરે જઈને તેલ ચઢાવો અને શનિ ચાલીસાના પાઠ કરો.

  • મહત્વની ટિપ: શનિદેવના દર્શન કરતી વખતે ક્યારેય તેમની મૂર્તિ સામે સીધા ઉભા ન રહેવું. હંમેશા સહેજ ત્રાંસા ઉભા રહીને દર્શન કરવા અને તેમની આંખોમાં સીધું જોવાનું ટાળવું.

  • સેવા: અસહાય કે વૃદ્ધ વ્યક્તિની સેવા કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે.

Leave a Comment

READ MORE

READ MORE