ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન અને ઈશાન કિશન થયો ‘ક્લીન બોલ્ડ’! વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં જોવા મળેલી આ સુંદરી કોણ છે?

રવિવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે ત્રીજી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો.. જેમાં ઈશાન કિશનનું યોગદાન અમૂલ્ય રહ્યું. બેટિંગમાં તોફાની હાફ સેન્ચુરી અને ફિલ્ડિંગમાં શાનદાર કેચ પકડીને ઈશાન આ જીતનો હીરો બન્યો હતો. પરંતુ મેચ પૂરી થયા બાદ મેદાન પર ઈશાન કિશનની જીતની ઉજવણીમાં જેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું, તે હતી મોડલ અદિતિ હુંડિયા.

વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ જ્યારે તમામ ખેલાડીઓ પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે જશ્ન મનાવી રહ્યા હતા.. ત્યારે ઈશાન કિશન તેની ‘રૂમર્ડ ગર્લફ્રેન્ડ’ અદિતિ હુંડિયા સાથે જોવા મળ્યો હતો. બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.. જેના કારણે ચાહકોમાં આ સુંદર મોડલ વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે.

કોણ છે આ અદિતિ હુંડિયા?

અદિતિ હુંડિયા માત્ર એક સુંદર ચહેરો નથી.. પણ ગ્લેમર જગતનું જાણીતું નામ છે..અદિતિનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો છે. તેણે જયપુરની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BBA ની ડિગ્રી મેળવી છે.વર્ષ 2017માં તે ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી હતી.ત્યારબાદ 2018માં મિસ દિવા એવોર્ડ જીતીને તે દેશભરમાં ચર્ચામાં આવી હતી.અદિતિ એક સફળ મોડલ હોવાની સાથે એન્ટરપ્રિન્યોર પણ છે. તેણે પોતાનું દેશી ફેશન બ્રાન્ડ લેબલ અદિતિ હુંડિયા’ (Label Aditi Hundia) શરૂ કર્યું છે.અદિતિ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ ખૂબ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.7 લાખથી વધુ ફોલોઅર્સ છે.અદિતિ અવારનવાર સ્ટેડિયમમાં IPL મેચો દરમિયાન જોવા મળે છે.. જ્યાં તેની હાજરી હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે.રિપોર્ટ્સ અનુસાર, અદિતિ હુંડિયાની અંદાજિત નેટવર્થ ₹16 થી ₹25 કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

ઈશાન કિશન અને અદિતિ હુંડિયાના સંબંધોની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ વર્લ્ડ કપની આ ઐતિહાસિક ક્ષણે બંનેની સાથે હાજરીએ આ ચર્ચાઓ પર મહોર લગાવી દીધી હોય તેવું લાગે છે. ચાહકો હવે આ જોડીને ક્રિકેટ જગતની ‘પાવર કપલ’ કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE