T20 વર્લ્ડ કપ ફાઈનલ: અમદાવાદમાં લોખંડી સુરક્ષા, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને 4,000 જવાનો તૈનાત!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની મહાફાઈનલ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છાવણીમાં ફેરવાઈ ગયું છે..લાખોની ભીડ અને વીવીઆઈપી મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. સુરક્ષાના ભાગરૂપે 3,000 થી વધુ પોલીસ જવાનો, 1,000 હોમગાર્ડ અને અત્યાધુનિક એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે.

પોલીસ કમિશનર જી.એસ. મલિકે આપી વિગતો

શનિવારે મીડિયા સાથે વાત કરતા પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં આવી નથી.

  • ભારે પોલીસ બંદોબસ્ત: સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 4,000 જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે.

  • હોલ્ડિંગ એરિયા: ગેટ નંબર 1 અને 2 પાસે ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવામાં આવ્યો છે.જેનાથી ભાગદોડ જેવી સ્થિતિ ન સર્જાય અને દર્શકો સરળતાથી અંદર પ્રવેશી શકે.

  • એન્ટી-ડ્રોન પ્રણાલી: આકાશમાંથી પણ નજર રાખવા માટે ત્રણ એન્ટી-ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે.. જેથી કોઈ પણ અનધિકૃત ડ્રોન સ્ટેડિયમની આસપાસ ન ઉડી શકે.

મહિલા દર્શકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં મહિલા દર્શકોની સુરક્ષા અને સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.સિનિયર પોલીસ અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરશે. આ ઉપરાંત, કોઈ પણ ઉત્સાહી દર્શક મેદાનમાં ઘૂસી ન જાય તે માટે પણ બાઉન્ડ્રી પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ટિકિટના કાળાબજારિયાઓ સાવધાન!

મેચની ટિકિટોની કાળાબજારી રોકવા માટે સાદા ડ્રેસમાં પોલીસ જવાનો સ્ટેડિયમ અને શહેરના અન્ય વિસ્તારોમાં તૈનાત રહેશે. કમિશનર મલિકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ટિકિટ વેચતા પકડાશે.. તો તેની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદીઓ માટે સૂચના: સુરક્ષા તપાસમાં સમય લાગી શકે છે.. તેથી શાંતિપૂર્વક મેચનો આનંદ માણવા માટે સમયસર સ્ટેડિયમ પહોંચવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

READ MORE

READ MORE