વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ‘પાવર ગેમ’: ફસાયેલી ટીમો મુદ્દે માઈકલ વૉને ICCને આડેહાથ લીધું, શું ક્રિકેટમાં પણ હવે ‘રજવાડાં’ ચાલે છે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે રમાનારી ફાઈનલ મેચ પહેલા ક્રિકેટ જગતમાં એક નવો વિવાદ છેડાયો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ICC મોટી ટીમોને ખાસ સવલતો આપી રહી છે, જ્યારે અન્ય ટીમો સાથે અન્યાય થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે સર્જાયેલી વિમાની કટોકટી વચ્ચે વર્લ્ડ કપ રમીને બહાર થયેલી ટીમો ભારતમાં ફસાઈ હતી.

  • ભેદભાવનો આરોપ: સુપર-8માં હારીને બહાર થયેલી વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ટીમો હજુ પણ ભારતમાંથી રવાના થઈ શકી નથી.

  • ઈંગ્લેન્ડની રવાનગી: બીજી તરફ, સેમીફાઈનલમાં ગુરુવારે હારીને બહાર થયેલી ઈંગ્લેન્ડની ટીમ માટે તાત્કાલિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી અને તેઓ શનિવારે વતન પહોંચી ગયા.

  • માઈકલ વૉનનો સોશિયલ મીડિયા પર પ્રહાર

વૉને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું:

ઈંગ્લેન્ડ ગુરુવારે ટુર્નામેન્ટમાંથી બહાર થયું અને આજે ચાર્ટર ફ્લાઈટથી ઘરે પરત ફરી રહ્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા, જેઓ ઈંગ્લેન્ડ પહેલા બહાર થયા હતા, તેઓ હજુ પણ કોલકાતામાં ફસાયેલા છે. આ સત્તાનો સ્પષ્ટ દુરુપયોગ છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, પરિસ્થિતિ ગમે તે હોય, તમામ ટીમો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. ફક્ત તમે ICC ટેબલ પર શક્તિશાળી છો એટલે તમને પ્રાથમિકતા મળે તે ખોટું છે.”

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની સ્થિતિ

  • વેસ્ટ ઈન્ડિઝ: 1 માર્ચે ભારત સામે હારીને બહાર થઈ હતી, એટલે કે એક અઠવાડિયાથી ટીમ રવાનગીની રાહ જોઈ રહી છે.

  • સાઉથ આફ્રિકા: 4 માર્ચે વર્લ્ડ કપમાંથી બહાર થઈ હતી.

  • ICCનો પ્લાન: હવે જાણવા મળ્યું છે કે ICCએ આ બંને ટીમો માટે 8 માર્ચે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરી છે..જે પહેલા જોહાનિસબર્ગ અને ત્યારબાદ એન્ટિગુઆ જશે.

ડેરેન સેમીએ કરી હતી મદદની અપીલ

આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમીએ સોશિયલ મીડિયા પર મદદની ગુહાર લગાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલાડીઓ અને મેનેજમેન્ટ માત્ર પોતાના ઘરે સુરક્ષિત પરત ફરવા માંગે છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ પણ આ મામલે સતત ICC સાથે સંપર્કમાં હતું.એક તરફ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં ફાઈનલની તૈયારીઓ ચાલી રહી છે.. ત્યારે બીજી તરફ ICC પર લાગેલા પક્ષપાતના આ આરોપોએ ક્રિકેટ જગતમાં ગરમાવો લાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE