પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા મીરાંશાહ શહેરનો સમગ્ર વિસ્તાર એક ઘાતક આત્મઘાતી હુમલો થયો. બજારની મધ્યમાં પાકિસ્તાની સૈન્ય ચોકીને નિશાન બનાવતા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા. અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 4:30 વાગ્યે, એક હુમલાખોર, મોટરસાઇકલ પર મોટી માત્રામાં વિસ્ફોટકો લઈને, ઉત્તર વઝીરિસ્તાનના મીરાંશાહમાં ચશ્મા બ્રિજ નજીક લશ્કરી ચોકી પાસે પહોંચ્યો. ત્યારબાદ તેણે મોટરસાઇકલ સીધી ચોકી પર અથડાવી અને પોતાને ઉડાવી દીધી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના બજારમાં રહેતા લોકો પણ પ્રભાવિત થયા, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં નાગરિકો અને કેટલાક સૈનિકોનો સમાવેશ થઈ શકે છે.જોકે પાકિસ્તાની સેનાએ હજુ સુધી લશ્કરી જાનહાનિનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. મૃતકોમાં પાંચ બાળકો પણ હોવાના અહેવાલ છે. ઘાયલોને તાત્કાલિક જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં ઘણાની હાલત ગંભીર છે.
આતંકવાદી સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસન (યુએસકે) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એવું કહેવાય છે કે, આ સંગઠન હાફિઝ ગુલ બહાદુર સાથે જોડાયેલા નેટવર્ક હેઠળ કાર્ય કરે છે. હાફિઝ ગુલ બહાદુર અગાઉ અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો રહ્યો છે અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન ક્ષેત્રમાં કાર્યરત કટ્ટરપંથી જૂથો સાથે તેના સંબંધો છે.
ગુપ્તચર અહેવાલો અનુસાર, ગુલ બહાદુરે શરૂઆતમાં અફઘાન જેહાદ દરમિયાન તાલીમ લીધી હતી અને બાદમાં વિવિધ સંગઠનોમાં જોડાયો હતો. આતંકવાદીઓની ભરતી અને તાલીમ આપવામાં ભૂમિકા ભજવી હતી. તે ઉત્તર વઝીરિસ્તાનમાં એક મદરેસા પણ ચલાવતો હતો..જ્યાંથી પ્રશિક્ષિત લડવૈયાઓને અફઘાનિસ્તાન અને કાશ્મીર જેવા વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હોવાનો આરોપ છે.
નિષ્ણાતો માને છે કે, લાલ મસ્જિદની ઘટના પછી ગુલ બહાદુર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) માં જોડાયો હતો.. જ્યારે તે રચાઈ હતી.. અને ત્યારથી તે પાકિસ્તાન વિરુદ્ધ સતત હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે.
Post Views: 0











