બિહારના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભા માટે પોતાનું નામાંકન દાખલ કરી દીધું છે.આ એક એવો વળાંક છે જેણે સમગ્ર દેશના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ નિર્ણય પાછળ ભાજપની મોટી રણનીતિ છે..ભાજપ અધ્યક્ષ નિતિન નવીન અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પણ આ પ્રસંગે સાક્ષી બન્યા હતા.નીતીશ કુમારના દિલ્હી જવાથી હવે બિહારમાં નવી સરકારની રચના થશે અને કેબિનેટમાં મોટા ફેરફારો જોવા મળશે.
વિપક્ષના આકરા પ્રહાર: તેજસ્વી યાદવનું નિવેદન
આ ઘટનાક્રમ પર આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું:”અમે પહેલા જ કહેતા હતા કે, ભાજપ નીતીશ કુમારને મુખ્યમંત્રી પદ પર રહેવા દેશે નહીં.””ભાજપે જેડીયુ (JDU) ને સંપૂર્ણપણે હાઈજેક કરી લીધું છે.”આરજેડી નેતા શક્તિસિંહ યાદવે તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે, હવે નીતીશ કુમારના પુત્રને ડેપ્યુટી સીએમ બનાવવાની લાલચ આપવામાં આવી રહી છે.
JDU કાર્યકરોમાં ભારે રોષ અને તોડફોડ
નીતીશ કુમારના આ નિર્ણયથી તેમના પોતાના પક્ષના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી..મુખ્યમંત્રી આવાસની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈને વિરોધ કર્યો.. કેટલાક રોષે ભરાયેલા કાર્યકરોએ જેડીયુ ઓફિસમાં ઘૂસીને તોડફોડ પણ કરી હતી.
Post Views: 128











