આશા, આકાંક્ષા અને આધુનિકતાનું અમૃત બજેટ: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખોલી તિજોરી, જાણો કોના માટે શું?

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઈએ ઐતિહાસિક બજેટ રજૂ કર્યું આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાત બજેટ 2026-27માં કઇ મોટી મહત્વની જાહેરાત કરાઇ ?

ગુજરાતમાં 3.15 લાખ ઘર બનાવવા મટે 4272 કરોડ રૂપિયાની જોગવાઈ

પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના માટે 3472 કરોડ રૂપિયાની જોગવાઈ

VB-G RAM G યોજના માટે 1500 કરોડ રૂપિયાની જાહેરાત

રાજ્યમાં વધુ 926 PM-SHRI સ્કૂલો અને બાલવાટિકાથી ધો. 10 સુધીની ‘સંકલિત શાળાઓ’ પણ શરૂ કરાશે.

ગુજરાતમાં નવી 2 હજાર આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ

નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્‍વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે, 260 કરોડ રૂપિયાની જોગવાઈ

68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો ( નાના ફૉન્ટ )

PM આવાસ યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવાશે

SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારી રૂ. 6 લાખ કરવાની જાહેરાત

શિષ્યવૃત્તિમાં વધારો: પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમાર વિદ્યાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા ₹2,50,000 થી વધારીને ₹6,00,000

છાત્રાલય સહાય: આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય ₹2,160 થી વધારીને ₹2,500

નમો સેન્ટ્રલ લાઇબ્રેરી: ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં ‘ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી’ બનાવાશે

અમદાવાદને ઓલિમ્પિક રેડી સીટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ..ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે બનશે લાયબ્રેરી

સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવાશે

મા યોજનામાં 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કર્યો

75 લાખથી વધારે કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ’

3 લાખ 15 હજારથી વધારે આવાસો બનાવાશે

રાજ્યના 29 લાખથી વધુ નાના ઉદ્યોગો (MSME) ના પ્રોત્સાહન માટે ₹1775 કરોડની જોગવાઈ.

25 GIDC ને ₹1250 કરોડના ખર્ચે હાઈટેક અને ‘સ્માર્ટ’ બનાવવામાં આવશે.120 મિની GIDC નું નવીનીકરણ થશે.

આદિવાસી વિસ્તારોના વિકાસ માટે દાહોદ (ઝાલોદ, ગરબાડા) અને અરવલ્લી સહિત કુલ 5 નવી વસાહતો સ્થપાશે.

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2,755 કરોડની ફાળવણી. અત્યાર સુધી 2 લાખથી વધુને રોજગારી મળી.

દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 26% હિસ્સો. હવે નિકાસને વેગ આપવા ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)’ ની સ્થાપના થશે.

‘જન વિશ્વાસ અધિનિયમ-2025’ હેઠળ 516 જોગવાઈઓમાં સુધારો કરી કાયદાકીય પ્રક્રિયા સરળ કરાઈ.

રાજ્યના 90 ઉત્પાદનો ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ હેઠળ પસંદ. કારીગરોને ઇ-કોમર્સ પ્લેટફોર્મની મદદ મળશે.

કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે ₹1565 કરોડની જોગવાઈ.

કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી.

ટેકાના ભાવે ખરીદી અંતર્ગત 9.50 લાખ ખેડૂતો પાસેથી અંદાજે ₹18,000 કરોડની કૃષિ ઉપજ ખરીદવામાં આવી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ અને પ્રમાણપત્ર સહાય માટે ₹39 કરોડ ફાળવવામાં આવ્યા..

વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાનું એલાન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE