સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, કેબિનેટ બેઠક પહેલા પાર્ટીના મંત્રીઓ સાથે મુલાકાત કરી

સ્વર્ગસ્થ અજિત પવારના પત્ની અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સુનેત્રા પવારે મંગળવારે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો..તેઓ રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી છે. તેમણે મુંબઈના મંત્રાલય ખાતેના તેમના કાર્યાલયમાં નાયબ મુખ્યમંત્રીની ખુરશી સંભાળીને પોતાનું નવું પદ સંભાળ્યું..ત્યારબાદ તેઓ આજે કેબિનેટ બેઠકમાં હાજરી આપશે.જોકે, કેબિનેટ બેઠક પહેલા સુનેત્રાએ પાર્ટીના મંત્રીઓ સાથે મુલાકાત કરી.તેમના પુત્ર પાર્થ પવાર અને NCPના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.તેમના શપથ ગ્રહણને લઈને પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે.

નોંધનીય છે કે અજિત પવારના અવસાન પછી તેમના સ્થાને તેમના પત્ની સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને આબકારી,રમતગમત અને લઘુમતી વિકાસ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.સુનેત્રા પવારે કાર્યભારના પહેલા દિવસની શરૂઆત મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના સાથે કરી. તેમની સાથે તેમના પુત્ર પાર્થ પવાર, વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ, મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકાંકરે અને અન્ય પક્ષના નેતાઓ હતા.

સુનેત્રા પવારની જવાબદારીઓ શું છે?

મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં તાજેતરના વિભાગોની ફાળવણી મુજબ સુનેત્રા પવારને ત્રણ મુખ્ય રાજ્ય વિભાગો સોંપવામાં આવ્યા છે.આબકારી, રમતગમત અને લઘુમતી વિકાસ.તેમને પુણે અને બીડ જિલ્લાના ગાર્ડિયન મંત્રી પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. જે આ જિલ્લાઓના વિકાસ અને વહીવટની દેખરેખ રાખે છે.

આંબેડકરને શ્રદ્ધાંજલિ

મંદિરમાં આશીર્વાદ મેળવ્યા પછી સુનેત્રા પવારે દાદરમાં ચૈત્યભૂમિની મુલાકાત લીધી અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી.તેમણે ફૂલો અર્પણ કર્યા અને તેમની સ્મૃતિમાં એક મિનિટનું મૌન પાળ્યું.ત્યારબાદ સુનેત્રા પવાર મુંબઈમાં NCP કાર્યાલયની મુલાકાત લીધી.ત્યાં, પક્ષના કાર્યકરો અને નેતાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.તેમણે તેમના પતિ અને દિવંગત નેતા અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી.

નોંધનીય છે કે સુનેત્રા પવારની નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક તેમના પતિ અજિત પવારના વિમાન દુર્ઘટનામાં અકાળ મૃત્યુ પછી કરવામાં આવી હતી.28 જાન્યુઆરીએ અજિત પવારનું અવસાન થયું હતું. જેના કારણે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ હતી.ત્યારબાદ, 31 જાન્યુઆરીએ, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE