માનવતા સૌથી મોટો ધર્મ: અભિનેતા વિક્રાંત મેસીએ પુત્રના જન્મ પ્રમાણપત્રમાં કેમ ન લખ્યો ધર્મ? જાણીને ગર્વ થશે.

બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ પોતાના ઉત્તમ અભિનય તેમજ સાદગી અને વિચારશીલતા માટે જાણીતા છે.હવે તેઓ ફરી એકવાર પોતાના અંગત નિર્ણય માટે સમાચારમાં છે. વિક્રાંત મેસીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે અને તેમની પત્ની શીતલ ઠાકુરે તેમના પુત્ર વરદાનના જન્મ પ્રમાણપત્રમાં જાણી જોઈને ધર્મનો કોલમ ખાલી રાખ્યો હતો.આ નિર્ણય પાછળનું કારણ જાણ્યા પછી ઘણા લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

વિક્રાંત મેસીએ અને શીતલ ઠાકુરના પુત્ર વરદાનનો જન્મ 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ થયો હતો. બાળકના કાનૂની દસ્તાવેજીકરણ દરમિયાન દંપતીએ ધર્મનો કોલમ ભરવાને બદલે તેને ખાલી રાખવાનો નિર્ણય લીધો.એક ઇન્ટરવ્યુમાં વિક્રાંતે સ્પષ્ટતા કરી કે,ભારત સરકાર તેમને આ વિકલ્પ આપે છે.. અને તેનો ઉપયોગ કરવાનો તેમનો અધિકાર છે.

વિક્રાંતે જણાવ્યું કે, સરકારે પોતાના ધર્મનો ઉલ્લેખ કરવો કે નહીં તે પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે સિસ્ટમ તમને આ સ્વતંત્રતા આપે છે. ત્યારે તેને અપનાવવામાં કંઈ ખોટું નથી.તેમણે તેની તુલના એવા પરિવર્તન સાથે કરી જેમાં હવે એકલ મહિલાઓને તેમના પાસપોર્ટમાં તેમના પતિનું નામ શામેલ કરવાની જરૂર નથી.

અભિનેતાએ વધુમાં સમજાવ્યું કે, તે એક બહુસાંસ્કૃતિક પરિવારમાંથી આવે છે અને તેની આસપાસ ધાર્મિક તણાવની નકારાત્મક અસર જોઈ છે.આ અનુભવે તેમને આ નિર્ણય લેવાની પ્રેરણા આપી. વિક્રાંતે કહ્યું કે, તે પોતાના પુત્રને કોઈપણ પ્રકારના ધાર્મિક કે સામાજિક દબાણથી બચાવવા માંગે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે તેમના પુત્રને મોટો થઈને કઈ ઓળખ અપનાવવી તે પોતે નક્કી કરવાનો અધિકાર મળે.વિક્રાંતના મતે જન્મથી જ કોઈપણ બાળકને લેબલ કરવું યોગ્ય નથી.

વિક્રાંત મેસીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમાજમાં ઓળખ અને ધર્મ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.પરિણામે, તેમનો નિર્ણય ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.સોશિયલ મીડિયા પર લોકો તેમના આ પગલાને સમજદાર અને પ્રગતિશીલ પણ ગણાવી રહ્યા છે.

વિક્રાંત મેસી, જે પોતાના કામ અને અંગત જીવનમાં સંતુલિત અને સંવેદનશીલ દ્રષ્ટિકોણ જાળવી રાખે છે. તે ફરી એકવાર સાબિત કરી રહ્યા છે કે તે માત્ર એક તેજસ્વી અભિનેતા જ નથી પણ એક જવાબદાર નાગરિક અને પિતા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE