સુદાનમાં લશ્કરી વિમાન દુર્ઘટનામાં 19 લોકોના મોત, બે બાળકો સહિત 5 ઈજાગ્રસ્ત

સુદાનનું લશ્કરી વિમાન ઓમદુરમન શહેરમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. આ માહિતી લશ્કરી અને આરોગ્ય અધિકારીઓએ બુધવારે (26 ફેબ્રુઆરી) આપી.

ઓમદુરમન શહેરમાં સુદાનના લશ્કરી વિમાન ક્રેશ થતા, ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ દુર્ઘટનામાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે. અકસ્માત પાછળના મુખ્ય કારણ વિશે કોઈ માહિતી નથી. સુદાનિસ આર્મીના રિપોર્ટ અનુસાર, સેનાનું એન્ટોનોવ વિમાન મંગળવારે ઓમદુરમનની ઉત્તરે વાડી સૈયદના એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહોને ઓમદુરમનના નાઉ હોસ્પિટલ મોકવામાં આવ્યા છે. સાથે જ બે બાળકો સહિત પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

સુદાનમાં ગૃહયુદ્ધ

સુદાન વર્ષ 2023 થી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે, જ્યારે દેશની સેના અને કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચેનો તણાવ યુદ્ધમાં ફેરવાઈ ગયો. આ સંઘર્ષ શહેરી વિસ્તારો, ખાસ કરીને દારફુર પ્રદેશને તબાહ કરી રહ્યો છે, અને વંશીય હિંસા અને સામૂહિક બળાત્કાર જેવી ભયાનક ઘટનાઓ ઘટી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય અધિકાર સંગઠનોએ આ ઘટનાઓને માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધો ગણાવ્યા છે.

પરિસ્થિતિ વધુ ખરાબ

તાજેતરના મહિનાઓમાં સેનાએ ખાર્તુમ અને અન્ય વિસ્તારોમાં RSF સામે તેની કાર્યવાહી વધારી દીધી છે. આરએસએફ પશ્ચિમી ડાર્ફરના મોટાભાગના ભાગ પર નિયંત્રણ રાખે છે. RSFએ સોમવારે (23 ફેબ્રુઆરી) દક્ષિણ દારફુર પ્રાંતની રાજધાની ન્યાલામાં સુદાનના લશ્કરી વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. આવી ઘટનાઓ સુદાનના સંકટને વધુ જટિલ બનાવી રહી છે અને નાગરિકોની સલામતી અને શાંતિ માટે ગંભીર ખતરો ઉભો કરી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE