IPS અધિકારી અભય ચૂડાસમાએ રાજીનામું આપ્યું છે. IPS અધિકારીએ વયનિવૃતિ પહેલા જ રાજીનામું આપી દીધું છે.
તાજેતરમાં જ પોલીસ વિભાગમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાતા IPS અધિકારી અભય ચૂડાસમાએ રાજીનામું આપ્યું છે. IPS અધિકારીએ વયનિવૃતિ પહેલા જ રાજીનામું આપી દીધું છે.
અભય ચુડાસમા 1999 બેચના આઈપીએસ અધિકારી છે. અહીં નોંધનીય છે કે અભય ચુડાસમા ઓકટોબરમાં નિવૃત થવાના હતા, નિવૃત થયાના 8 મહિના પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. જોકે, હજી સુધી IPS અધિકારીનું રાજીનામું આપવા પાછળનું કારણ નથી જાણવા મળ્યું. પરંતુ ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાઓ છે.
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અને ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. અહીં નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે ‘હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.’ અગાઉ પણ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા હાજરી આપી ચૂક્યા છે. ત્ચારે હવે રાજીનામાં બાદ તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
IPS અભય ચુડાસમાને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હતા તે પહેલા રાજીનામાં કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા.
અભય ચુડાસમા 1999 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમણે બી.એસ.સી. પાસ કર્યા બાદ પ્રથમ પ્રયત્ને જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ નાની ઉંમરે અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટીંગ મળ્યું હતું.











