ગુજરાતની પરિવહન સેવામાં નવીન 10 વોલ્વો બસનો થશે સમાવેશ, જાણો કયા-કયા રૂટ પર દોડશે

એસટી દ્વારા નવી 10 વોલ્વો બસો ઉમેરવામાં આવી છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલ્વો બસોને ફ્લેગ ઓફ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના ધોરડો, ધાર્મિક સ્થળો, શહેરો વચ્ચે વોલ્વો બસોનું સંચાલન થશે.

રાજ્યની પરિવહન સેવામાં નવીન બસોનો સમાવેશ થયો છે. એસટી દ્વારા નવી 10 વોલ્વો બસો ઉમેરવામાં આવી છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલ્વો બસોને ફ્લેગ ઓફ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના ધોરડો, ધાર્મિક સ્થળો, શહેરો વચ્ચે વોલ્વો બસોનું સંચાલન થશે. રાજ્યમાં 70 વોલ્વો બસો હાલ સંચાલનમાં છે

એસટી નિગમ જૂની બસોના સ્થાને નવી, આધુનિક બસો ઉપરાંત મુસાફરોને ઇલેક્ટ્રિક બસોની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે, જેના દ્વારા નિગમ ગુજરાતના ગ્રીન રિવૉલ્યૂશનમાં પણ ફાળો આપી રહ્યું છે. આ સાથે જ નિગમ દ્વારા તાજેતરમાં ચાલુ કરવામાં આવેલી ડબલ ડેકર બસો રાજ્યના જાહેર વાહન વ્યવહાર ક્ષેત્ર, નિગમ અને રાજ્ય સરકારની શાન વધારી રહી છે. ગુજરાત સરકાર અને એસટી નિગમ સાથે મળીને રાજ્યમાં એસટી બસ સેવામાં ઉત્તરોત્તર સુધારો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE