શિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી મેળો યોજાયો

200 જેટલા કુસ્તીબાજોનો મેળાવડો જોવા મળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે કોમી એકતા સ્વરૂૂપ જાકુબશા દાદાના ઉર્ષ નિમિત્તે દર ભાદરવી પુનમે જુનાવાણી ઢબે મલ્લ કુસ્તી મેળો યોજાયા છે 500 વર્ષથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખૂબ જ ઉત્સાહથી કુસ્તી લડીને આનંદ મેળવે છે હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો અહીં જાકુબાશા દાદાને શીશ ઝુકાવે છે દ્વારકાથી 10 કિમી દૂર આવેલ મુસ્લિમ સ્થાનક પણ હિંદુઓનું માનીતું સ્થાનક ગણાતું જાકુબાશા દાદાની દરગાહે તેમના ઉર્ષ નિમિત્તે મેળો ભરાય છે દુર દુર થી આવતા મલ્લ કુસ્તી બાજો કુસ્તી લડે છે.

200 જેટલા કુસ્તીબાજોનો મેળાવડો જોવા મળે છે.અગાઉના વર્ષમાં રાજા મહારાજાઓ પોતાના સૈન્યમાં ભરતી કરવા આવા કુસ્તી મેળા યોજતા સારા કુસ્તીબાજોને સૈન્યમાં ભરતી કરતા ત્યારના સમયથી આ કુસ્તી મેળા અહીં યોજાય છે ગામ લોકો તરફથી વિજેતા કુસ્તીબાજોને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને ભવ્ય લોક સંસ્કૃતિની ઝલક આ મેળામાં જોવા મળે છે અને કુસ્તી સાથે કોમી એકતાના દર્શન આ મેળામાં થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE