ફોર્ડ નિકાસ માટે ચેન્નાઈ ઉત્પાદન પ્લાન્ટનો ઉપયોગ કરશે

અમેરિકન ઓટોમેકર ફોર્ડે જણાવ્યું હતું કે, તે તેનાં ચેન્નાઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો ઉપયોગ નિકાસ માટે વાહનોને બહાર પાડવા માટે કરવાની તૈયારી કરી રહી છે અને તેને તમિલનાડુ સરકારને તેની જાણ કરી હતી.

કંપનીએ 2021 માં કહ્યું હતું કે, તે ભારતમાં વાહનોનું ઉત્પાદન બંધ કરશે, તેને તમિલનાડુ સરકારને એક લેટર ઓફ ઈન્ટેન્ટ સબમિટ કર્યો છે, જે નિકાસ માટે મેન્યુફેક્ચરિંગ માટે ચેન્નાઈ પ્લાન્ટનો ઉપયોગ કરવાના તેનાં ઈરાદાની પુષ્ટિ કરે છે.

ફોર્ડના નેતૃત્વ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન વચ્ચે તેમની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતના ભાગરૂપે થયેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

ફોર્ડ ઇન્ટરનેશનલ માર્કેટ્સ ગ્રૂપના પ્રમુખ કે હાર્ટે જણાવ્યું હતું કે, “આ પગલાનો હેતુ ભારત પ્રત્યેની ચાલુ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવાનો છે કારણ કે અમે નવાં વૈશ્વિક બજારોને સેવા આપવા માટે તમિલનાડુમાં ઉપલબ્ધ મેન્યુફેક્ચરિંગ કુશળતાનો લાભ લેવા માગીએ છીએ.”

ફોર્ડે જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક પગલાથી કંપનીની મહત્વાકાંક્ષી ‘ફોર્ડ ગ્રોથ પ્લાન’ના ભાગરૂપે વૈશ્વિક બજારોમાં નિકાસ માટે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુવિધાનો પુન:ઉપયોગ કરવામાં આવશે.

તેને જણાવ્યું હતું કે, ઉત્પાદનના પ્રકાર અને અન્ય વિગતો વિશેની વધુ માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. કંપની હાલમાં તમિલનાડુમાં ગ્લોબલ બિઝનેસ ઓપરેશન્સમાં 12000 લોકોને રોજગારી આપે છે, જે સંખ્યા આગામી ત્રણ વર્ષમાં 2500 થી 3000 નોકરીઓ વધવાની ધારણા છે.

કંપનીએ જણાવ્યું કે, “સાણંદમાં એન્જિન મેન્યુફેક્ચરિંગ કામગીરી સાથે મળીને, ભારત વિશ્ર્વભરમાં ફોર્ડના બીજા સૌથી મોટા પગારદાર કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE