જામજોધપુરના તરસાઈ ગામના યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા એક યુવાને પોતાની જીભની કેન્સરની બીમારીના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી દીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ ચાવડા નામના 48 વર્ષના યુવાને ગઈકાલે તરસાઈ ગામના રેલ્વે સ્ટેશન પર ટ્રેન ના એન્જિન હેઠળ પડતું મૂકી દઇ આત્મહત્યા કરી લીધી છે.

જે બનાવ અંગે મૃતકના સંબંધી ભુરાભાઈ શામજીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાન છેલ્લા ચારેક વર્ષથી જીભના કેન્સરની બીમારીથી પીડાતો હતો, જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE