ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર તથા ગીતા ધ્યાન મંદિર ખાતે યોજાશે શિબિર

ગુરૂપૂર્ણિમા નિમિત્તે તા.20ને રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર (ગોંડલ રોડ, 4-વૈદવાડી) ખાતે તથા ઓશો ગીતા-નિવેદિતા ધ્યાન મંદિર (કિસાનપરા ચોક) ખાતે નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.20ને રવિવારે સવારે 6 થી 7 સક્રિય ધ્યાન, સવારે 7.15 થી 8 અલ્પાહાર, 9 થી 10-30 ગુરૂવંદના સાથે ગુરૂપૂજન, કીર્તન વગેરે તથા નિર્વાણમાં યોગ ગીતા (નર્મદાબેન) તથા નિર્વાણ સ્વામી આનંદ ઉત્સવ (હિરેનભાઇ પ્રજાપતિ)ને હૃદયાંજલી-પુષ્પાંજલી અપાશે. બપોરના 11 વાગે નટરાજ ધ્યાન, બપોરના 12 વાગે હસીલાધ્યાન ત્યાર પછી અમેરિકાના ગુરૂપૂર્ણિમા ઉત્સવનું વીડિયો દર્શન, બપોરના 1 વાગે સન્યાસ ઉત્સવ, મહાપ્રસાદ વગેરે કાર્યક્રમનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરશે. ઓશો ગીતા-નિવેદિતા ધ્યાન શિબિર (કિસાનપરા ચોક) ખાતે બપોરે 3 થી 4 ધ્યાન, સાંજે 4-30 થી 5-30 ઓશો હાર્ટ ડાન્સ, સાંજે 5-30 થી 6, જીબરીશ ધ્યાન, કીર્તન, ઇવનીંગ સત્સંગ, ગુરૂવંદના સહિતના કાર્યક્રમો યોજાયા છે. રાત્રે 9-30 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE