શહેર ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજીનાં જન્મ દિવસ અંતર્ગત યોજાશે વક્તવ્ય : મુકેશ દોશી

રાજકોટના તમામ બુથમાં ભારતીય જનતા પક્ષના હોદેદારો વકતા તરીકે ઉપસ્થિત રહેશે : અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો આવતીકાલે તા.૦૬- જુલાઈના રોજ જન્મ દિવસ છે ત્યારે ડો.શ્યામાપ્રસાદ મુખરજીના જીવન-કથન, બલિદાન તથા વર્તમાનમાં તેમના બલિદાનની અસર, કલમ-૩૭૦ નાબુદી વિગેરે વિષય અંગેનો વકતવ્યનો કાર્યક્રમ રાજકોટના તમામ વોર્ડમાં આવતીકાલે તા.૦૬ જુલાઈના રોજ સાંજે દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો દ્વારા વોર્ડમાં વકતવ્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ તેમના વોર્ડમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE