અગ્નિકાંડ મામલે તત્કાલીન PI વણજારા-ધોળા સસ્પેન્ડ

HCમાં સત્ય શોધક કમિટીનો રિપોર્ટ રજૂ થયા પહેલાં કાર્યવાહી • બન્ને અધિકારીની બેદરકારી અંગે ગૃહ વિભાગે DGPને જાણ કરતા સસ્પેન્ડ કર્યા ભારત હેડલાઈન, તા.૩ રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગવા મામલે રાજકોટ શહેરના બે પોલીસ-ઇન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પીઆઈ. જે.વી. ધોળા અને વી.એસ. વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, સત્ય શોધક કમિટીની તપાસ બાદ ગુજરાત પોલીસવડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. P.I. જે.વી. ધોળા •P.1. વી.એસ. વણઝારા ઉદોખનીય છે કે, સત્ય શોધક કમિટી ૪ જુલાઈએ હાઈકોર્ટમાં અગ્નિકાંડનો રિપોર્ટ રજૂ કરશે. રાજકોટથી પીઆઇ જે.વી. ધોળાની કરછ (પશ્ચિમ- ભુજ) ખાતે બદલી કરવામાં આવી હતી. હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે પીઆઈ વી.એસ. વણઝારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE