સરદાર સરોવરમાં ૫૦.૬૬% જળ જથ્થો સંગ્રહ થયો

જળાશયોમાં ૩૨%થી વધુ જળસંગ્રહઃ સૌરાષ્ટ્રનાં વાંસલ અને વાઘોડીયા ડેમો એલર્ટ ઉપર ભારત હેડલાઈન, તા.૩ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૫૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૬૯,૨૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૬૬ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૮૧,૯૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૨.૪૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગે છે. જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-૨ અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ફૂલઝર-૧, અને ફુલઝર (કેબી), જૂનાગઢના ભાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-૨ ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૩૫.૩૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૧.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૨.૬૨ ટકા, કચ્છના ૨૦માં ૨૧.૫૭ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૩ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE