ગોધરાના વાલી-વિદ્યાર્થીઓ CBIના સકંજામાં

CBIએ 6 વિદ્યાર્થી, વાલી અને જય જલારામ સ્કૂલના માલિકની પૂછપરછ કરી, મોડીરાત સુધી નિવેદનો લેવાયા આજે ચૌથા દિવસે ગોધરા શહેરના સર્કિટહાઉસ ખાતે ભારત હેડલાઈન, તા.૨૭ ગુજરાતમાં NEET કૌભાંડ મામલે CBIની તપાસ તેજ કરાઈ છે. ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને આજરોજ ગોધરા શહેરના સર્કિટહાઉસ ખાતે સીબીઆઈ દ્વારા ૧૬ વિદ્યાર્થી પૈકી ગુજરાતના ૬ વિદ્યાર્થીનાં નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે CBIની ટીમ દ્વારા જય જલારામ સ્કૂલના માલિકનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. ગત સોમવારથી સીબીઆઈની ટીમે સીબીઆઈ દ્વારા કુલ ૧૬ વિદ્યાર્થી પૈકી ગુજરાતના ૬ વિદ્યાર્થીનાં નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સીબીઆઈ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાલીઓનાં પણ નિવેદન લેવામાં આવ્યાં હતાં, સાથે સાથે આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓ વાલીઓ અને આ કેસના સાક્ષી તેમજ ઝડપાયેલા આરોપીના સંપર્કમાં આવેલા અન્ય ઇસમોનાં નિવેદનોમાં મોટા ખુલાસા થવાની શકયતા સેવાઈ રહી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE