જો તમે પણ હેડકીની સમસ્યાથી પરેશાન હોવ, તો અજમાવો આ સરળ ઘરેલું ઉપાયો, મિનિટોમાં મળશે રાહત

હેડકી (Hiccup) એક એવી સમસ્યા છે જેનો સામનો દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક કરવો જ પડે છે. સામાન્ય રીતે હેડકી માટે કોઈ ખાસ ઈલાજની જરૂર હોતી નથી, તે થોડી જ વારમાં આપમેળે બંધ થઈ જાય છે.

પરંતુ,ઘણીવાર હેડકી એટલી તીવ્ર અને લાંબી ચાલે છે કે, તેના કારણે માથામાં કે છાતીમાં દુખાવો થવા લાગે છે.એટલું જ નહીં, સતત આવતી હેડકી તમારા રોજિંદા કામમાં પણ ખલેલ પહોંચાડે છે. હેડકી માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ ન હોવાથી લોકો ઘરેલું નુસખાઓનો સહારો લેતા હોય છે.

કેમ આવે છે હેડકી?

લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે,જ્યારે કોઈ તમને યાદ કરતું હોય ત્યારે હેડકી આવે છે. જોકે, વિજ્ઞાન અનુસાર, હેડકી ત્યારે આવે છે જ્યારે તમારું ડાયાફ્રામ (શ્વાસ લેવામાં મદદ કરતું સ્નાયુ) સંકોચાય છે.

આવું ત્યારે થાય છે જ્યારે તમે ખૂબ જ ઝડપથી ખોરાક લેતા હોવ, વધુ પડતો દારૂ પીધો હોય અથવા સોડા યુક્ત પીણાં પીધા હોય. ઘણીવાર અતિશય માનસિક તણાવના કારણે પણ હેડકી આવવાની સમસ્યા સર્જાય છે. કારણ ગમે તે હોય, પણ જ્યાં સુધી હેડકી રોકાય નહીં ત્યાં સુધી આપણું આખું ધ્યાન તેમાં જ પરોવાયેલું રહે છે.

હેડકી રોકવા માટેની ખાસ ટ્રિક્સ:

જો તમે પણ હેડકીથી પરેશાન હોવ, તો નીચે મુજબની પદ્ધતિઓ અજમાવી શકો છો:

  • શ્વાસ રોકવો: ઊંડો શ્વાસ અંદર લો અને તેને 10 થી 20 સેકન્ડ સુધી રોકી રાખો, ત્યારબાદ ધીમેથી શ્વાસ છોડો.

  • પાણી પીવું: એક ગ્લાસ ઠંડુ પાણી એકધારું ઝડપથી પી લેવું.

  • ઘૂંટણ દબાવવા: શાંતિથી બેસીને તમારા બંને ઘૂંટણને છાતી પાસે લાવો અને થોડીવાર માટે તેમને પકડી રાખો.

  • જીભની કસરત: તમારી જીભ બહાર કાઢો અને આગળના ભાગને પકડીને સહેજ ખેંચવાનો પ્રયત્ન કરો.

  • ગળપણ: એક ચમચી ખાંડ ખાવાથી પણ હેડકીમાં તરત રાહત મળી શકે છે.

  • કોગળા: પાણીથી લગભગ 30 સેકન્ડ સુધી ગાર્ગલ (કોગળા) કરો.

  • લીંબુ: લીંબુનો એક ટુકડો ચૂસવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.

નોંધ: ઉપર આપેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી માટે છે. તેને કોઈ વ્યાવસાયિક ડૉક્ટરની સલાહ તરીકે ન ગણવી. જો તમને વારંવાર કે લાંબા સમય સુધી હેડકી આવવાની સમસ્યા રહેતી હોય, તો નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE