એલોન મસ્ક લાવ્યા XChat: WhatsApp ને ટક્કર આપવા માટે ‘X’ ની નવી ડાયરેક્ટ મેસેજિંગ એપ લોન્ચ

અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્કની કંપની ‘X’ હવે એક સમર્પિત (Standalone) મેસેજિંગ એપ લાવી રહી છે. જે ખાસ કરીને આઈફોન અને આઈપેડ યુઝર્સ માટે હશે. આ એપનું નામ XChat રાખવામાં આવ્યું છે. તે પ્રાઈવેટ અને સિક્યોર કોમ્યુનિકેશન પર ફોકસ કરશે. હાલમાં આ એપ સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને તે 17 એપ્રિલ 2026 ના રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે. મસ્ક આ એપ દ્વારા WhatsApp ના એકહથ્થુ શાસનને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છે.

શું છે XChat?

XChat એ ‘X’ પ્લેટફોર્મની અંદર આવતી જૂની ડાયરેક્ટ મેસેજિંગ સિસ્ટમ જેવી નથી.પરંતુ તે એક અલગ (Separate) એપ્લિકેશન તરીકે કામ કરશે. તે આધુનિક મેસેજિંગ ટૂલ્સ અને શક્તિશાળી ફીચર્સ સાથે માર્કેટમાં એન્ટ્રી કરશે.

XChat ના દમદાર ફીચર્સ:

  • એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન: આ એપની સૌથી મોટી ખાસિયત સુરક્ષા છે. મોકલેલા મેસેજ માત્ર મોકલનાર અને મેળવનાર જ વાંચી શકશે. કોઈ ત્રીજી વ્યક્તિ કે કંપની આ ચેટ એક્સેસ કરી શકશે નહીં.

  • એડિટ અને ડિલીટ: યુઝર્સ મેસેજ મોકલ્યા પછી તેને એડિટ કરી શકશે અથવા બંને તરફથી (Sender & Receiver) ડિલીટ પણ કરી શકશે.

  • સ્ક્રીનશોટ બ્લોકિંગ: પ્રાઈવસી જાળવવા માટે આ એપમાં સ્ક્રીનશોટ લેવાની સુવિધા બ્લોક કરી શકાય છે. જેથી યુઝરની પરવાનગી વગર કોઈ કન્ટેન્ટ સેવ ન કરી શકે.

  • ડિસઅપીયરિંગ મેસેજ: યુઝર્સ મેસેજ મળ્યાની 5 મિનિટમાં જ તેને ગાયબ (Disappear) કરી શકશે. સંવેદનશીલ વાતો માટે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થશે.

મોટા ગ્રુપ અને વીડિયો કોલિંગ:

XChat માં એક સાથે 481 મેમ્બર્સનું મોટું ગ્રુપ બનાવી શકાશે. આ ઉપરાંત, તેમાં ક્રોસ-ડિવાઈસ કોલિંગની સુવિધા હશે.જેની મદદથી યુઝર્સ વોઈસ અને વીડિયો કોલ સરળતાથી કરી શકશે.

નો એડ્સ, નો ટ્રેકિંગ:

કંપનીનો દાવો છે કે XChat માં કોઈ પણ પ્રકારની જાહેરાતો (Ads) જોવા મળશે નહીં અને તે યુઝરની એક્ટિવિટીને ટ્રેક પણ કરશે નહીં. આ એપ યુઝર્સને તેમની પ્રાઈવસી પર સંપૂર્ણ કંટ્રોલ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

કઈ રીતે મેળવશો આ એપ?

  • રિલીઝ ડેટ: 17 એપ્રિલ

  • પ્રી-ઓર્ડર: એપ સ્ટોર પર અત્યારે જ પ્રી-ઓર્ડર કરી શકાય છે.

  • જરૂરી સિસ્ટમ: આ એપ વાપરવા માટે તમારા ડિવાઈસમાં iOS 26 અથવા iPadOS 26 (અથવા તેનાથી ઉપરનું વર્ઝન) હોવું અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE