દેડકાથી પ્રેરિત ‘મગજ જેવું’ સેન્સર: ભારતીય વૈજ્ઞાનિકોની નવી શોધથી ટેકનોલોજીની દિશા બદલાશે

ભારતીય વૈજ્ઞાનિકોએ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરતા એવું અત્યાધુનિક સેન્સર વિકસાવ્યું છે. જે દેડકાની જૈવિક કાર્યપ્રણાલીથી પ્રેરિત છે અને માનવ મગજની જેમ કામ કરે છે. આ નવીન ટેકનોલોજી ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્માર્ટ સિસ્ટમના વિકાસને નવી દિશા આપી શકે છે. આ સેન્સર માત્ર પર્યાવરણીય સંકેતોને ઓળખવા પૂરતું મર્યાદિત નથી. પરંતુ તેને તુરંત સમજીને તે મુજબ પ્રતિક્રિયા આપવાની ક્ષમતા પણ ધરાવે છે.

ન્યુરોમોર્ફિક સ્ટ્રક્ચર: ઉર્જા અને સમયની બચત

આ સેન્સરની સૌથી મોટી વિશેષતા તેનું ‘ન્યુરોમોર્ફિક’ માળખું છે. જે પરંપરાગત કમ્પ્યુટિંગ સિસ્ટમથી તદ્દન અલગ રીતે કાર્ય કરે છે. સામાન્ય ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ડેટાને સેન્સર, પ્રોસેસર અને મેમરી વચ્ચે વારંવાર ટ્રાન્સફર કરવો પડે છે.જેમાં સમય અને ઉર્જા બંનેનો વપરાશ વધુ થાય છે. તેનાથી વિપરીત, આ નવું સેન્સર આ તમામ કાર્યો એક જ પ્લેટફોર્મ પર એકસાથે સંપન્ન કરે છે, જેનાથી કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થાય છે.

દેડકાની ક્ષમતામાંથી મળી પ્રેરણા

આ ટેકનોલોજી દેડકાની તે વિશેષ ક્ષમતામાંથી પ્રેરિત છે.જેના દ્વારા તેઓ આસપાસના વાતાવરણમાં ભેજ અને અન્ય ફેરફારોને તુરંત ઓળખી લે છે અને પોતાના વર્તનને તે મુજબ અનુકૂળ બનાવે છે.વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતના આધારે એવું સેન્સર તૈયાર કર્યું છે જે વાતાવરણમાં ભેજના સ્તરને માત્ર ઓળખતું જ નથી.પણ તેને યાદ પણ રાખી શકે છે. આ વિશેષતા તેને પરંપરાગત સેન્સરોથી અલગ પાડે છે.

નેનોફાઈબર ટેકનોલોજીનો ઉપયોગ

આ ઉપકરણના નિર્માણમાં એડવાન્સ ‘નેનોફાઈબર’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સૂક્ષ્મ સંરચનાઓ વિદ્યુત સંકેતોને નિયંત્રિત કરવામાં સક્ષમ છે અને સેન્સરને અત્યંત સંવેદનશીલ બનાવે છે.પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે, આ સેન્સર ભેજના વિવિધ સ્તરો પર અલગ-અલગ પ્રતિભાવ આપે છે અને જટિલ પરિસ્થિતિઓ મુજબ પોતાને અનુકૂળ બનાવી શકે છે.

ભવિષ્યમાં ઉપયોગિતા

આ શોધ ઉર્જા કાર્યક્ષમતાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે ઉર્જાની માંગ વધી રહી છે. ત્યારે આ સેન્સર ઓછી ઉર્જામાં વધુ કામ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. ખાસ કરીને AI, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને વરેબલ ટેકનોલોજી (Wearable gadgets) માં તેનો વ્યાપક ઉપયોગ શક્ય છે.

આ નવી ટેકનોલોજી સ્વાસ્થ્ય સેવાઓ, પર્યાવરણની દેખરેખ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક પ્રણાલીઓમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE