ટેકનોલોજીની દુનિયામાં ફરી એકવાર મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. Apple તેના નવા AI સ્માર્ટ ગ્લાસીસ પર કામ કરી રહ્યું છે…આ ઉપકરણ માત્ર એક ચશ્મા નહીં, પરંતુ રોજિંદી જિંદગીને સ્માર્ટ બનાવતું ગેજેટ હશે. રિપોર્ટ્સ અનુસાર, કંપની તેમાં નવી ડિઝાઇન, પાવરફુલ કેમેરા અને AI ફીચર્સ ઉમેરી રહી છે..આ પ્રોડક્ટ સીધી રીતે Meta ના સ્માર્ટ ગ્લાસીસને ટક્કર આપશે અને વેરેબલ ટેકનોલોજીમાં નવો ટ્રેન્ડ સેટ કરશે.
ચાર અલગ-અલગ ફ્રેમ ડિઝાઇનનું ટેસ્ટિંગ
બ્લૂમબર્ગના માર્ક ગુરમેનના રિપોર્ટ મુજબ, એપલ તેના સ્માર્ટ ગ્લાસીસ માટે ઓછામાં ઓછી ચાર અલગ-અલગ ફ્રેમ ડિઝાઇનનું પરીક્ષણ કરી રહ્યું છે. જેમાં રેક્ટએંગ્યુલર (લંબચોરસ) અને ઓવલ (લંબગોળ) આકારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ યુઝર્સની પસંદગી મુજબ સાઈઝ અને જાડાઈમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કંપની બ્લેક, ઓશન બ્લુ અને લાઈટ બ્રાઉન જેવા કલર ઓપ્શન પર કામ કરી રહી છે.ખાસ વાત એ છે કે, આ ફ્રેમમાં ‘એસીટેટ‘ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવશે..જે પ્લાસ્ટિકની તુલનામાં વધુ મજબૂત અને પ્રીમિયમ લુક આપે છે.
વર્ટિકલ ઓવલ કેમેરા અને હાઈ-ટેક ફીચર્સ
આ નવા ઉપકરણમાં કેમેરાની ડિઝાઇન પણ એકદમ અલગ હશે. Apple વર્ટિકલ ઓવલ શેપના કેમેરા મોડ્યુલ પર કામ કરી રહ્યું છે.જેની આસપાસ સ્પેશિયલ લાઈટ્સ પણ હશે…આ ડિઝાઇન Ray-Ban Meta ગ્લાસીસ કરતાં અલગ હશે.
Post Views: 38











