માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં સુધારો કરવા માટે સતત નવા પગલાં ભરી રહ્યું છે. યાત્રાને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી આગામી સમયમાં શ્રદ્ધાળુઓને વધુ સારો અનુભવ મળશે. શ્રી માતા વૈષ્ણો દેવી સાઇન બોર્ડના સીઈઓ (CEO) એ માહિતી આપતા જણાવ્યું હતું કે, માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવતા ભક્તો માટે દરેક સ્તરે પુખ્તા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સાઇન બોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, કોઈપણ શ્રદ્ધાળુને યાત્રા દરમિયાન કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો…
વૈભવ-જુરેલના તોફાનમાં ઉડી ગયું RCB, રાજસ્થાન રોયલ્સે લગાવી જીતની ચોગ્ગી
યાત્રાનો અનુભવ સુધારવા માટેના 3 મહત્વના નિર્ણયો:
1. નવા માર્ગનું નિર્માણ: સીઈઓના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ માતા વૈષ્ણો દેવી ભવન પરિસરમાં એક નવા માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રસ્તો ખાસ કરીને એવા શ્રદ્ધાળુઓ માટે હશે જેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા છે. આ નવા માર્ગથી ભીડને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળશે અને શ્રદ્ધાળુઓની અવરજવર પહેલા કરતા વધુ સરળ અને સુરક્ષિત બનશે.
2. વિશેષ સાધના કક્ષ (મેડિટેશન હોલ): ભવન પરિસરમાં શ્રદ્ધાળુઓની આધ્યાત્મિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક વિશેષ સાધના કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા પછી શાંત વાતાવરણમાં બેસીને સાધના કે ધ્યાન કરવા ઈચ્છે છે. તેમના માટે આ સુવિધા ખૂબ જ લાભદાયી સાબિત થશે.
૩. હેલિકોપ્ટર સેવા: ખૂબ જ જલ્દી શિવખોડી અને કટરા વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે.આ સેવા શરૂ થવાથી શ્રદ્ધાળુઓને યાત્રા માટે એક નવો અને ઝડપી વિકલ્પ મળશે.ખાસ કરીને વૃદ્ધો અને જે લોકો લાંબી પદયાત્રા કરવા માટે અસમર્થ છે તેમના માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. આ સેવાને કારણે પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો
છેલ્લા ત્રણ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, માતા વૈષ્ણો દેવીની યાત્રામાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યા એ વાતનો સંકેત છે કે લોકોની આસ્થા અટલ છે. સાઇન બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલા બહેતર મેનેજમેન્ટ અને સુવિધાઓના વિસ્તરણનો પણ આ વધારામાં મોટો ફાળો છે.
વ્યવસ્થા જાળવવામાં જોતરાયેલું બોર્ડ
સ્થાનિક પ્રશાસન અને શ્રાઈન બોર્ડના સંયુક્ત પ્રયાસોથી એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે, યાત્રા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય. ભીડ વ્યવસ્થાપન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈમરજન્સી સેવાઓ, તબીબી સુવિધાઓ અને સુરક્ષા દળોની તૈનાતીને પણ વધુ મજબૂત કરવામાં આવી છે. નવી સુવિધાઓ શરૂ થયા બાદ માતા વૈષ્ણો દેવીની યાત્રા પહેલા કરતા વધુ સરળ, સુરક્ષિત અને આરામદાયક બની જશે તેવી આશા છે.
Post Views: 97











