આચાર્ય ભગવંત યશોવિજયજી સૂરિશ્વરજી સહિતના ગુરુભગવંતોની નિશ્રામાં અંજલીબેન રૂપાણી અને માંધાતાસિંહજી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
જિંતો દ્વારા આયોજિત પર્વમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા યુવાધનને નવકાર મંત્રને જીવનનો હિસ્સો બનાવવા આહવાન
સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ નવકાર દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કાલાવડ રોડ પર આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહ ખાતે સવારે ૭:૦૨ થી ૯:૩૬ સુધી નવકાર મહામંત્ર જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં જૈન જૈનેતર શ્રાવક શ્રાવિકાઓ ઉત્સાહભેર જોડાયા હતા.આ વર્ષે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે ડિજિટલ માધ્યમથી નવકાર મંત્રના ફાયદાઓ જણાવી યુવાનોને આ મહામંત્ર સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. રાજકોટમાં આયોજિત જાપમાં પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી સૂરીશુરજી મહારાજા અને ગુરુભગવંતોએ પાવન નિશ્રા પ્રદાન કરી હતી.આચાર્યશ્રીએ નવકાર મંત્રનો મહિમા સમજાવી દરરોજ ૧૨ મંત્ર લખવાનો આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચો…
ખેડૂતોની ચિંતા વધી: અલ-નીનોના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો પડશે.
કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, સોનમ ક્લોકના જયેશભાઈ શાહ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. શ્રાવકો માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાગ્યશાળીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય દાતા તરીકે સોનમ ક્લોક પરિવારે લાભ લીધો હતો. જેબીટી રાજકોટના ચેરમેન હેમલ શાહ અને સેક્રેટરી અમીષ મહેતાની આગેવાનીમાં જીતોની વિવિધ વિંગના સભ્યોએ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
Post Views: 79












