વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન PM મોદીએ ઊર્જા સંકટ અંગે સરકારની તૈયારીઓ, વિશ્વમાં યુદ્ધને કારણે બગડતી પરિસ્થિતિઓ અને આ બાબતે ભારતના વલણ વિશે માહિતી આપી હતી.
PM મોદીએ કહ્યું કે, “મિડલ-ઈસ્ટનું યુદ્ધ આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે.તેના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત થઈ રહી છે..અમે યુદ્ધથી પ્રભાવિત તમામ દેશો ઉપરાંત ઈરાન,ઈઝરાયેલ અને અમેરિકા સાથે પણ સંપર્કમાં છીએ. અમારો હેતુ સંવાદ (ડાયલોગ) અને મુત્સદ્દીગીરી (ડિપ્લોમેસી) દ્વારા વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.”
પશ્ચિમ એશિયાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે થઈ વાતચીત
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અમે અમેરિકા સાથે પણ સંપર્કમાં છીએ.પશ્ચિમ એશિયાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અમે બે રાઉન્ડની વાતચીત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી જહાજોનું નીકળવું મુશ્કેલ બની ગયું છે.હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મોટા રૂટ્સમાંનો એક છે..અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, ભારત આવતા તેલ,ગેસ અને ખાતરની સપ્લાય જળવાઈ રહે…હોર્મુઝ સ્ટ્રેટમાં દુનિયાના અનેક જહાજો ફસાયેલા છે.જેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ છે. આ પણ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે.આવી કઠિન પરિસ્થિતિમાં જરૂરી છે કે,સંસદના આ ઉચ્ચ સદનમાંથી શાંતિ અને સંવાદનો એકજૂથ અવાજ સમગ્ર વિશ્વમાં જાય.
અમે ઝડપથી જહાજ બનાવવા પર કામ કરી રહ્યા છીએ: PM
PM મોદીએ કહ્યું કે, ભારતનું 90 ટકાથી વધુ તેલ વિદેશી જહાજો પર નિર્ભર હોય છે. જે કોઈપણ વૈશ્વિક પડકાર સમયે ભારત માટે સ્થિતિ મુશ્કેલ બનાવી દે છે.આ જોતા અમે ઝડપથી જહાજ નિર્માણ પર કામ કરી રહ્યા છીએ…છેલ્લા દાયકામાં થયેલા પ્રયાસોને કારણે ભારત આજે પોતાની જરૂરિયાતના મોટાભાગના હથિયારો ભારતમાં જ બનાવી રહ્યું છે.
ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા
PM મોદીએ આગળ કહ્યું કે,આ સંકટના સમયે ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. યુદ્ધ શરૂ થયા બાદથી 3 લાખ 75 હજાર ભારતીયો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. ઈરાનથી એક હજારથી વધુ ભારતીયો પાછા આવ્યા છે, જેમાં 700 થી વધુ મેડિકલના વિદ્યાર્થીઓ છે. આ ખૂબ જ દુઃખદ છે કે હુમલાઓને કારણે કેટલાક ભારતીયોના મૃત્યુ થયા છે અને કેટલાક ગુમ થયા છે.જેઓ ઘાયલ છે તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.
વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે
રાજ્યસભામાં વડાપ્રધાને જણાવ્યું કે, આ યુદ્ધથી આપણા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે.પેટ્રોલ-ડીઝલ, ગેસ અને ખાતર જેવી જીવનજરૂરી વસ્તુઓનો નિયમિત પુરવઠો ખોરવાઈ રહ્યો છે. ખાડી દેશોમાં આશરે એક કરોડ ભારતીયો વસવાટ કરે છે. જે ભારત માટે મોટી ચિંતા છે.
₹70,000 કરોડના ખર્ચે શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટની શરૂઆત
ઊર્જા સુરક્ષા પર ચર્ચા કરતા PMએ જણાવ્યું કે:
છેલ્લા 11 વર્ષોમાં ભારતે 53 લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Oil Reserve) તૈયાર કર્યો છે.
65 લાખ મેટ્રિક ટનની વધારાની ક્ષમતા પર કામ ચાલી રહ્યું છે.
સરકારે ₹70,000 કરોડના ખર્ચે જહાજ નિર્માણ (Shipbuilding) પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે.
Post Views: 257











