ગુજરાતના ઇતિહાસનો ‘સોનેરી દિવસ’: ઉત્તરાખંડ બાદ UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું ગુજરાત

ગુજરાત સરકારે આજે રાજ્યની વિધાનસભામાં ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા‘ (UCC) બિલ 2026 રજૂ કરીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બન્યું છે જેણે તમામ ધર્મો માટે સમાન કાયદાની દિશામાં મક્કમ ડગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 209 પાનાનું આ વિસ્તૃત બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. જેને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઇતિહાસનો સોનેરી દિવસ ગણાવ્યો છે.

બિલની મુખ્ય વિશેષતાઓ અને મોટા ફેરફારો

આ પ્રસ્તાવિત કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો જેવા નાગરિક વિષયોમાં તમામ ધર્મોના લોકો માટે એકસમાન નિયમો લાગુ કરશે:

  • લગ્ન અને છૂટાછેડા: તમામ ધર્મોમાં લગ્નની નોંધણી (Registration) ફરજિયાત બનશે. લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય છે.

  • બહુપત્નીત્વ પર પ્રતિબંધ: એકથી વધુ લગ્ન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે સ્ત્રીઓના સન્માન અને ન્યાય માટે મોટું પગલું ગણાય છે.

  • લિવ-ઇન રિલેશનશિપ: લિવ-ઇન સંબંધોમાં રહેતા યુગલો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. નોંધણી કરવામાં નિષ્ફળ રહેનાર સામે દંડ અને કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે.

  • વારસા હક: મિલકત અને વારસાના અધિકારોમાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન દરજ્જો આપવામાં આવશે.

મહિલા સશક્તિકરણનો નવો યુગ

આ બિલ રજૂ થતા જ રાજ્યભરની મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અનેક મહિલા સંગઠનોએ વિધાનસભા પહોંચી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

આ નિર્ણયથી વર્ષોથી લગ્ન અને નાગરિક બાબતોમાં ન્યાયની રાહ જોઈ રહેલી લાખો મહિલાઓને સાચા અર્થમાં અધિકાર અને સુરક્ષા મળશે.”સરકારી સૂત્રો

રાજકીય અને સામાજિક પ્રતિસાદ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ પક્ષોના ધારાસભ્યો પક્ષપાત ભૂલીને મહિલાઓના હિત અને અધિકારો માટે આ બિલને સમર્થન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારત ના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE