મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બુધવારે વહેલી સવારે અમેરિકાએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પાસે આવેલા ઈરાનના અત્યંત સુરક્ષિત મિસાઈલ ઠેકાણાઓને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે.
અમેરિકાનો ‘ડીપ પેનેટ્રેટર‘ બોમ્બથી પ્રહાર અમેરિકી સૈન્યએ આ ઓપરેશનમાં 5,000 પાઉન્ડ (આશરે 2,267 કિલોગ્રામ) વજન ધરાવતા શક્તિશાળી ‘ડીપ પેનેટ્રેટર’ બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ જમીનની અંદર ઊંડે સુધી ઘૂસીને મજબૂત બંકરોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના મતે, આ ઠેકાણાઓ પર રહેલી એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલો આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહન માટે મોટો ખતરો હતી, જેના કારણે આ કાર્યવાહી કરવી અનિવાર્ય બની હતી.
ઈરાનનો ઈઝરાયેલ પર પલટવાર: બે ના મોત અમેરિકી હુમલા વચ્ચે ઈરાને પણ ઈઝરાયેલના મધ્ય વિસ્તારો પર બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયેલની ઈમરજન્સી સેવા ‘મેગન ડેવિડ એડોમ’ (MDA) અનુસાર:
-
રમત ગન શહેરમાં મિસાઈલના છરરા વાગવાથી એક પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું છે.
-
બેની બ્રાક શહેરમાં મિસાઈલના અવશેષો પડવાને કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
અખાતી દેશોમાં હાઈ એલર્ટ: UAE અને કુવૈત નિશાન પર યુદ્ધની આ જ્વાળાઓ હવે અન્ય અખાતી દેશો સુધી પણ પહોંચી છે:
-
UAE (સંયુક્ત આરબ અમીરાત): ઈરાન તરફથી આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. વહીવટીતંત્રે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરી છે.
-
બહેરીન અને કુવૈત: આ દેશોમાં પણ મિસાઈલ ઇન્ટરસેપ્શનને કારણે જોરદાર ધડાકા સંભળાયા હતા અને સતત સાયરન વાગી રહ્યા છે. કુવૈતની સેનાએ પુષ્ટિ કરી છે કે તેમની સુરક્ષા પ્રણાલી દુશ્મન દેશના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે.
Post Views: 0











