મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણના પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. આ મહાસંકટ વચ્ચે ઈરાને ભારત માટે એક મોટી અને અત્યંત રાહતભરી જાહેરાત કરી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) માંથી ભારતીય જહાજો કોઈપણ ડર વગર સુરક્ષિત રીતે પસાર થઈ શકશે.
“ભારત મિત્ર છે, ડરવાની જરૂર નથી”: ઈરાની રાજદૂત
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક પત્રકાર પરિષદમાં ભારત પ્રત્યેની મિત્રતાનો ઉમળકો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હા, ભારતીય જહાજો સુરક્ષિત રહેશે, કારણ કે ભારત અમારો મિત્ર છે…આની અસર તમે આગામી થોડા જ કલાકોમાં દરિયાઈ માર્ગો પર જોઈ શકશો.” ઈરાનનો આ આક્રમક માર્ગ અમેરિકા માટે બંધ છે…પરંતુ ભારત માટેના આ ‘સેફ પેસેજ’થી વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીત તરીકે જોવામાં આવે છે.
શા માટે હોર્મુઝ ભારત માટે ‘લાઈફલાઈન’ છે?
હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) માત્ર 30 કિમી પહોળો રસ્તો છે. પરંતુ ભારત માટે તેનું મહત્વ અનેકગણું છે:
-
85% તેલ આયાત: ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કચ્ચું તેલ આ જ માર્ગેથી મંગાવે છે.
-
20% વૈશ્વિક વેપાર: દુનિયાના કુલ તેલ-ગેસના વેપારનો પાંચમો ભાગ અહીંથી પસાર થાય છે.
-
એનર્જી સિક્યુરિટી: ઈરાનની આ જાહેરાત બાદ ભારતમાં સર્જાયેલું LPG સંકટ હવે ટૂંક સમયમાં દૂર થવાની આશા છે.
PM મોદીની ‘ટેલિફોનિક ડિપ્લોમેસી’ રંગ લાવી
પીએમ મોદીએ શુક્રવારે જ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે ફોન પર વાતચીત કરી હતી..તે પહેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ ઈરાન સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો…આ ઉચ્ચ સ્તરીય વાતચીતનું જ પરિણામ છે કે ઈરાને અન્ય દેશો સામે આક્રમક વલણ રાખવા છતાં ભારતને સુરક્ષાની ખાતરી આપી છે.
Post Views: 89











