ગોંડલમાં ગરબી ચોક પાસે મકાન ધરાશાયી થવાની ઘટના સર્જાઇ હતી. જેમાં રિનોવેશન ટાણે આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં મકાનની અંદર રહેલા ત્રણ જણા દટાયા હતા.
ગોંડલના મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં ગોંડલના સહજાનંદ નગરમાં મકાન ધરાશાયી થયું હતું. આ મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે આ દરમિયાન મકાન અચાનક ધરાશાયી થતા મકાનમાં પરિવારના લોકો દટાયા હતા.
JCB અને ક્રેનની મદદ લેવાઈ
ઘટના સર્જાતા આસપાસના લોકો દ્વારા તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જે બાદ મકાનના કાટમાળમાં દબાયેલ વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં JCB અને ક્રેનની મદદ લેવાઈ હતી. જેમાં મોટા પથ્થરોને હટાવીને મહામહેનતે કામગીરી કરવામાં આવી હતી.
આ કાટમાળમાં કાટમાળમાં પતિ-પત્નિ અને માતા દબાયા હતા. જેમાં સુનિલ વરધાણી, પત્ની ઉષાબેન વરધાણી, માતા મિતાબેન વરધાણીને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ મિતાબેન વરધાણીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને લઇ પોલીસ, ધારાસભ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.











