Ahmedabad : કોતરપુર વોટર વર્કસમાં પાઈપલાઈનમાં લિકેજનું કરાશે સમારકામ, 4 ફેબ્રુઆરીએ સાંજે શહેરીજનોને નહીં મળે પાણી તો 5 ફેબ્રુઆરીએ હયાત પાણીના જથ્થા મુજબ પાણી વિતરણ થશે
Ahmedabad : અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે એટલે કે મંગળવાર અને 4 ફેબ્રુઆરીની સાંજે પાણીકાપ રહેશે. મેટ્રો સિટી અમદાવાદમાં કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામ કરવાનું હોવાથી પાણીનું વિતરણ બંધ રહેશે. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં પાણીકાપને લઈ અમદાવાદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી લોકો જરૂરિયાત મુજબનું પાણી ભરીને રાખે તે ઇચ્છનીય છે.
મેટ્રો સિટી અમદાવાદમાં રહેતા લોકો માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદનાઆ કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામ કરવાનું હોવાથી પાણીનું વિતરણ બંધ રહેશે. આ તરફ લીકેજ રિપેરિંગના કામને લઈ ઉત્તર પશ્ચિમ ઝોન, મધ્ય ઝોનમાં પાણીકાપ રહેશે.
જેમાં ખાસ કરીને મોટેરા, ચાંદખેડા, રાણીપ, હાંસોલ વિસ્તારના લોકો આ કામથી પ્રભાવિત થશે. આ તરફ પાણીકાપને લઈને અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે . નોંધનિય છે કે, આગામી 5 ફેબ્રુઆરીએ હયાત પાણીના જથ્થા મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે.











