પૂર્વ કચ્છ SOGનો ડ્રગ્સ પર પ્રહાર: અંજારમાં હાઈબ્રિડ ગાંજો અને ચરસ સાથે યુવક ઝડપાયો

અંજાર: પૂર્વ કચ્છ SOGએ ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશમાં વધુ એક મહત્વની સફળતા મેળવી છે. અંજાર વિસ્તારમાં બાઈક પર આવેલા એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી હાઈબ્રિડ ગાંજો, ચરસ અને અન્ય મુદ્દામાલ સહિત રૂ.77 હજારથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોઠવાયેલા વોચ દરમિયાન શંકાસ્પદ યુવકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી હાઈબ્રિડ ગાંજો અને ચરસ મળી આવતા પોલીસે સ્થળ પરથી તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આ કેસમાં અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી છે. તેના આધારે સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

પૂર્વ કચ્છ SOGએ બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને કોને સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE