સુરતમાં વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: ઉત્રાણ પોલીસે ₹15.13 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી ઝડપાયા

સુરત: ઉત્રાણ પોલીસે શહેરમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમના કબજામાંથી 1,800 વિદેશી દારૂ અને બિયરની બોટલો, એક ટાટા હેરિયર કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.15.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસે શંકાસ્પદ વાહનને રોકી તપાસ કરતાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરી પાછળ સુનિયોજિત નેટવર્ક કાર્યરત હોવાનું સામે આવ્યું છે. દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય શખ્સોની ઓળખ થતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

ઉત્રાણ પોલીસ હવે સમગ્ર સપ્લાય ચેઇન, દારૂના સ્ત્રોત અને તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE